Punjab Election Results 2022: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) પંજાબ (Punjab) ઉત્તરાખંડ (Uttrakhand) મણિપુર (Manipur) ગોવા (goa) રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે આવી જશે. આ પહેલા મળેલા એક્ઝિટ પૉલમાં પંજાબ માટે ઉલટફેર દેખાઇ રહ્યો હતો. હવે આ મામલે પંજાબના કોંગ્રેસ નેતા અને પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુએ મોટુ ટ્વીટ કર્યુ છે. ખાસ વાત છે કે આ ટ્વીટ પરિણામોને લઇને કરવામા આવ્યુ છે. 


પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુએ એક્ઝિટ પૉલના આંકડાને ટાંકીને આ ટ્વીટ કર્યુ છે, જેમાં પંજાબમાં એક્ઝિટ પોલ (Punjab Exit Poll)માં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બની રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ (Congress) હરકતમાં આવી ગઈ છે.


પંજાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધી (Navjot Singh Sidhu)એ પરિણામો પહેલાં જ મોટો નિર્ણય કરી લીધો છે. સિદ્ધુએ આજે સાંજે પંજબા કોંગ્રેસની લેજીસલેટિવ પાર્ટી મીટિંગ પીસીસી કાર્યલાય પર બોલાવી છે. સિદ્ધુએ ચંદીગઢમા સાંજે 5.00 વાગે આ મીટિગ બોલાવી છે.






ગઈકાલે સાંજે ચંદીગઢમાં નવજોત સિદ્ધુના નિવાસ સ્થાને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ કાર્યરકોની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સીએમ ચન્ની, કોંગ્રેસના નેતા અજય માકન, પવન ખેડા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો--- 


ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યુ- છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા


NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર


CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક


ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ


IPL 2022, Gujarat Titans: હરાજીમાં કોઇએ ખરીદ્યો નહોતો, હવે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન


ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત