શોધખોળ કરો

Punjab Elections 2022: CM ચહેરાની જાહેરાત પહેલા ભડક્યો સિદ્ધુ, કહ્યું- ઈશારા પર નાચતો સીએમ ઈચ્છે છે હાઈકમાન્ડ

Punjab Elections 2022: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને મુખ્યમંત્રી પદ મેળવવા માટે આમને-સામને છે.

Punjab Elections 2022: પંજાબમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે શાસક પક્ષ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની ઉમેદવારીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને મુખ્યમંત્રી પદ મેળવવા માટે આમને-સામને છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે બપોરે 2 વાગ્યે લુધિયાણામાં કોંગ્રેસના સીએમ ચહેરાની જાહેરાત કરશે.

સિદ્ધુ-ચન્ની માટે આવતીકાલનો મોટો દિવસ

પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ માટે આવતીકાલનો દિવસ મોટો છે. રાહુલ ગાંધીની જાહેરાત પહેલા જ સિદ્ધુએ સેલ્ફ ગોલ સ્ટેટમેન્ટ આપીને કંઈક એવું કહ્યું જેનાથી હાઈકમાન્ડ નારાજ થઈ ગયા છે. સિદ્ધુએ અમૃતસરમાં કહ્યું, "હાઈકમાન્ડ હંમેશા પંજાબને નબળા સીએમનો ચહેરો આપવા માંગે છે. હાઈકમાન્ડ ઈચ્છે છે કે સીએમ અમારા ઈશારા પર ડાન્સ કરે." જો કે, સિદ્ધુના મીડિયા સલાહકારે કહ્યું છે કે સિદ્ધુ વાસ્તવમાં કેન્દ્ર સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા.

હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશઃ સિદ્ધુ

પરંતુ આ નિવેદનના લગભગ 5 કલાક પહેલા સુધી સિદ્ધુની ભાષા અલગ હતી. જ્યારે તેણે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં બીજી વાત કહી. સિદ્ધુએ કહ્યું હતું કે, પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકારવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડ ખૂબ જ સમજદાર છે અને હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ.

સીએમની રેસમાં સિદ્ધુ કરતાં ચન્નીનું નામ આગળ

એ વાત સ્પષ્ટ છે કે પાર્ટીમાં દરેકને ખબર છે કે સીએમની રેસમાં ચન્નીનું નામ સિદ્ધુ કરતાં આગળ છે..

Goa Election: બેરોજગારી અને મહિલા સુરક્ષાને લઇને BJP પર કોગ્રેસના પ્રહારો, કહ્યુ- નિષ્ફળ રહી સાવંત સરકાર

 ગોવા વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી અને મહિલાઓની સુરક્ષાને મોટો મુદ્દો ગણાવતા કોંગ્રેસે ભાજપની પ્રમોદ સાવંત સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડૂ રાવ અને અલકા લાંબાની હાજરીમાં ગોવાની ચૂંટણીમાં વધતી બેરોજગારી અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર એક પુસ્તિકા બહાર પાડી હતી.

આ અવસર પર રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, ગોવા સરકાર યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે અને છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં રોજગારી યોગ્ય યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલા સુરક્ષાના મુદ્દે સુરજેવાલાએ પ્રમોદ સાવંતની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.  સુરજેવાલાએ કહ્યું, કેન્દ્ર સરકારે પણ ક્યારેય નિર્ભયા ફંડના ₹6000 કરોડમાંથી લગભગ રૂ. 2000 કરોડનો ઉપયોગ કર્યો નથી.

સુરજેવાલાએ ગોવામાં તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પર કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મમતા બેનર્જીનું સન્માન કરે છે, કારણ કે એક સમયે તેઓ પણ કોંગ્રેસ પરિવારનો હિસ્સો હતા, પરંતુ આજે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસે વિચારવું જોઈએ કે ગોવામાં તેમનો ચૂંટણી પ્રચાર ક્યાંકને ક્યાંક ભાજપને મદદ કરી રહ્યો નથી ને?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget