Rahul Gandhi In US: અમેરિકામાં રાહુલ ગાંધીએ PM મોદીના આ પગલાની ખૂબ કરી પ્રશંસા? જાણો શું કહ્યુ?
પરંતુ એક મુદ્દો એવો હતો કે જેના પર કોંગ્રેસના નેતા મોદી સરકાર સાથે સહમત દેખાતા હતા
Rahul Gandhi In America: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પર છે. જ્યાં તેઓ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંસ્થાઓને નબળી પાડવા, વિપક્ષને હેરાન કરવા અને ફોન ટેપિંગ જેવા ગંભીર આરોપો લગાવીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, પરંતુ એક મુદ્દો એવો હતો કે જેના પર કોંગ્રેસના નેતા મોદી સરકાર સાથે સહમત દેખાતા હતા અને વિદેશની ધરતી પર તેને લઇને રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણને યોગ્ય ઠેરવ્યું છે.
"Our policy would be similar": Rahul Gandhi backs Centre's stance on Russia-Ukraine conflict
— ANI Digital (@ani_digital) June 1, 2023
Read @ANI Story | https://t.co/nCTrFm42BK#RahulGandhi #RussiaUkraineconflict #BJP pic.twitter.com/MWlQ1KbNMZ
રાહુલ ગાંધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક સવાલ પર રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ મુદ્દે મોદી સરકારની સાથે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે રશિયા સાથે અમારા સંબંધો છે. રશિયા પર આપણી કેટલીક નિર્ભરતા (સંરક્ષણ) છે. એટલા માટે મારું સ્ટેન્ડ ભારત સરકાર જેવું જ રહેશે. છેવટે આપણે આપણા હિતોનું પણ ધ્યાન રાખવું પડશે.
અન્ય લોકો ભારતના સંબંધો નક્કી કરી શકતા નથી - રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત એક મોટો દેશ છે અને તેના સંબંધો હંમેશા મોટી સંખ્યામાં દેશો સાથે રહેશે. કેટલાક દેશો સાથે આપણા સંબંધો વધુ સારા રહેશે, અન્ય દેશો સાથે સંબંધો વિકસશે. તે એક સંતુલન છે, પરંતુ ભારતના આ લોકોના જૂથ સાથે સંબંધો નહીં હોય તેવું કહેવું ભારત માટે મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ભારત એટલો નાનો અને આત્મનિર્ભર દેશ નથી કે તેના સંબંધો માત્ર એક સાથે હોય બાકી દેશો સાથે નહીં.
ચીન વિશે શું કહ્યુ?
ચીન અંગે કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે લોકતાંત્રિક દુનિયા બિન-લોકતાંત્રિક ચીનનો સામનો કરવા માટે વિઝન સાથે આવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે ઉત્પાદન અને નિર્માણ માટે નવી સિસ્ટમ દાખલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં યુએસ અને ભારત સાથે મળીને કામ કરી શકે.
આગામી 10 વર્ષમાં ચીન સાથે ભારતના સંબંધો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે મુશ્કેલ છે. મારો મતલબ છે કે તેઓએ અમારા કેટલાક પ્રદેશો કબજે કર્યા છે. તે (સંબંધો) બહુ સરળ નથી. ભારતને બાજુ પર ન મુકી શકાય નહી અને તેમ થવાનું નથી.