(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ તેમના યુએસ પ્રવાસ દરમિયાન શીખોને લઈને ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ભાજપે તેને મુદ્દો બનાવ્યો હતો અને પાર્ટીના નેતાઓએ તેનો સખત વિરોધ કર્યો હતો.
Rahul Gandhi Sikh Statement Controversy: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલમાં અમેરિકા પ્રવાસે છે. જ્યાં તેમના દ્વારા શીખોને લઈને કરવામાં આવેલા નિવેદન પર હોબાળો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે (11 સપ્ટેમ્બર 2024), દિલ્હી બીજેપીના શીખ સેલના અધિકારીઓ રાજધાની દિલ્હીમાં તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. કેટલાક અધિકારીઓ જોશમાં આવીને દિલ્હી પોલીસના બેરિકેડ પર ચઢી ગયા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
#WATCH | Delhi: Sikh Prakoshth of BJP Delhi holds protest against Lok Sabha LoP & Congress MP Rahul Gandhi outside his residence over his statement on the Sikh community. pic.twitter.com/cw5JEn9gpX
— ANI (@ANI) September 11, 2024
જો કે, બાદમાં દિલ્હી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભાજપના શીખ નેતાઓ (આરપી સિંહ સહિત)ને કસ્ટડીમાં લેવા પડ્યા હતા. પોલીસે અટકાયત કરતા બીજેપીના શીખ નેતા આરપી સિંહે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. તેણે ભારતને બદનામ કરવા માટે વિદેશી ધરતીનો ઉપયોગ કર્યો છે. તેણે ખોટી માહિતી રજુ કરી છે. રાહુલ ગાંધી હવે તેમના પિતા રાજીવ ગાંધીના સમયને ભૂલી ગયા છે, જ્યારે રાજીવ ગાંધીએ દિલ્હીમાં 3000 શીખોની હત્યા કરાવી હતી.
#WATCH | BJP leader RP Singh and other Sikh leaders detained by Delhi Police.
— ANI (@ANI) September 11, 2024
BJP leader RP Singh says "Rahul Gandhi should apologise. He used the foreign land to defame India and gave a statement about Sikhs that Sikhs are not allowed to wear turban and go to Gurudwara..." pic.twitter.com/jyegjjr8zT
જાણો રાહુલ ગાંધીએ યુએસએમાં શીખો વિશે શું કહ્યું?
હકિકતમાંૃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતમાં શીખોને પાઘડી કે કડું પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં અથવા શીખોને ગુરુદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે મુદ્દે ભારતમાં લડાઈ ચાલી રહી છે.
આ પણ વાંચો...