Rahul Gandhi Poonch Visit: તૂટેલા મકાન, વેર વિખેર સામાન, આંખમાં આસું, રાહુલ ગાંધીએ વ્યકત કરી પૂંછના પીડિતોની વ્યથા
Rahul Gandhi Poonch Visit: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત પરિવારોને મળવા પહોચ્યાં રાહુલ ગાંધી, આ દરમિયાન તેમણે કહ્યું કે, ઝડપથી સ્થિતિ સામાન્ય થશે.

Rahul Gandhi Poonch Visit:લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવાર 24 મેએ જમ્મુ કશ્મીરના પૂંછ પહોંચ્યા, જે નિયંત્રણ રેખા નજીકનો વિસ્તાર છે. જ્યાં ઓપરેશન સિંદૂર પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં કેટલાક નિર્દાષ નાગરિકોના મોત થયા હતા. રાહુલ ગાંધીએ પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં જીવ ગુમાવનાર પરિજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને સાંત્વના આપતા કહ્યું કે, ઝડપથી સ્થિતિ સામાન્ય થશે.
રાહુલ ગાંધીએ પૂંછમાં એક સ્કૂલની મુલાકાત લીધી અને સીમાપાર ગોળીબારથી પ્રભાવિત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, “તમે લોકોએ નજરે ભયંકર ખતરનાક સ્થિતિ જોઇએ છે પરંતુ ચિંતા ન કરો. બધુ જ સામાન્ય થઇ જશે. આપ ખૂબ ધ્યાનથી ભણો અને ખૂબ મોજમસ્તી કરો અને પુષ્કળ મુત્રો બનાવો” રાહુલ ગાંધીએ લગભગ ત્રણ કલાકનો અહીં સમય વિતાવ્યો અને લોકોની વ્યથા સાંભળી.
રાહુલ ગાંઘીએ એક્સ પોસ્ટ કરતા લખ્યું, " આજે હું સીમા પર રહેતા એવા લોકોને મળ્યો જેમણે પાકિસ્તાનની ગોળીબારમાં પોતાના પરિજનોને ગુમવ્યાં છે. હું પરિવારને મળ્યો, તૂટેલા સામાન, તૂટેલા મકાન, સામાન વેરવિખેર અને આંસુ ભરી આંખો હતી, આ સાથે પ્રિયજનોને ગુમાવ્યાની દાસ્તના હતી. તેમના હોંસલાને સલામ છે. હું પીડિત પરિવારની સાથે મજબૂતીથી ઊભો છું.તેમની માંગણી અને તેમના મુદ્દાને હું રાષ્ટ્રિય સ્તરે ઉઠાવીશ,
પહલગામાં 22 એપ્રિલે થયેલા આંતકી હુમલા બાદ રાહુલ ગાંધીનો આ કશ્મીરમાં બીજો પ્રવાસ છે. આ પહેલા રાહુલ ગાંધી 25 એપ્રિલે શ્રીનગર ગયા હતા. આજે તેમણે પૂંછની મુલાકાત લીધી અને અહીં તેમણે ત્રણ કલાક જેવો સમય વિતાવ્યો. ઉલ્લેખનિય છે કે, પાક્સ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં સૌથી વધુ નુકસાન પૂંછમાં થયું છે. અહીં 20થી વધુ લોકોના ફાયરિંગમાં મોત થયા છે. તો અનેક ઘરો તૂટી ગયા છે.
રાહુલ ગાંધી સવારે 9 વાગ્યે જમ્મુ પહોંચ્યા અને અહીંથી તેઓ સીધા જ પૂંછ પહોંચ્યા હતા તેમની સાથે યુવા નેતા નિરજ કુંદન અને કાર્યવાહક પ્રધાન રમણ ભલ્લા હતા. રાહુલ ગાંધીની સાથે જમ્મુ કાશ્મીરના પ્રભારી ડો સૈયદ નસીર અહમદ , પ્રદેશ પ્રઘાન તારિક હમીદ કરા પણ પૂંછ પહોંચ્યા હતા. પાર્ટીના મુખ્ય વરિષ્ઠ નેતા સાથે આજે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બેઠક પણ યોજાશે,





















