કઇ સરકાર રાજ્યની 1.5 કરોડ મહિલાઓને ફ્રીમાં આપશે સ્માર્ટફોન, શું છે યોજના ને કોને મળશે લાભ, જાણો
ગેહલોત સરકાર રાજ્યની લગભગ દોઢ કરોડ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન વહેંચણી કરવાનો છે, મફત ફોનની જાહેરાત રાજ્યના સીએમ ગેહલોત સરકારે આ વર્ષે પોતાના બજેટમાં કરી દીધી છે.
નવી દિલ્હીઃ ચૂંટણીઓ જીતવા માટે દરેક પક્ષે મતદારોને લોભાવવા અને રિઝવવા માટે નવા નવા પ્લાન ઘડી કાઢ્યા છે. હવે રાજસ્થાનમાં ગેહલોત સરકારે પણ વિચિત્ર પ્લાન બનાવ્યો છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હજુ દોઢ વર્ષ દુર છે. પરંતુ રાજ્યની ગેહલોત સરકારે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી લીધી છે. હવે જૂન-2022થી રાજ્યમાં ગેહલોત સરકાર એક મોટો દાંવ રમવા જઇ રહી છે, જેનો ભરપુર ફાયદો ચૂંટણીમાં મળી શકશે.
ગેહલોત સરકાર રાજ્યની લગભગ દોઢ કરોડ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન વહેંચણી કરવાનો છે, મફત ફોનની જાહેરાત રાજ્યના સીએમ ગેહલોત સરકારે આ વર્ષે પોતાના બજેટમાં કરી દીધી છે.
રાજ્યમાં આઇટી વિભાગ ગેહલોત સરકારની આ યોજનાને લાગુ કરવા માટે કેટલીય ટેલિકૉમ કંપનીઓ સાથે વાત કરી રહી છે. બે કંપની શોર્ટ લિસ્ટ પણ કરવામાં આવી ચૂકી છે. ગેહલોત સરકાર સ્પષ્ટ કરી દીધુ છે કે તેને માત્ર ડેટા પેકની ચૂકવણી કરવામાં આવશે, સ્માર્ટફોન ખુદ કંપની ઉપલબ્ધ કરાવશે. વળી આ કામ માટે જલદી જ આઇટી વિભાગ ટેન્ડર બહાર પાડવા જઇ રહ્યું છે.
રાજ્યની ગેહલોત સરકાર મફત સ્માર્ટફોનની પોતાની આ યોજના પર લગભગ દોઢ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે, અને આનો હેતુ હશે ચિરંજીવી યોજના સાથે જોડાયેલી લગભગ દોઢ કરોડ મહિલાઓને સરકારી યોજનાઓ સાથે જોડવાનો. રાજ્ય સરકારની તમામ ફ્લેગશિપ યોજનાઓની એપ આ સ્માર્ટફોનમાં પહેલાથી જ ડાઉનલૉડ હશે, જેને કંપનીને આ કામનુ ટેન્ડર મળશે. તેમને નક્કી શરતો અને માપદંડો અનુસાર સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવો પડશે.
આ ફોન કમ સે કમ સાડા પાંચ ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન વાળો મેડ ઇન ઇન્ડિયા ફોન હશે. ડબલ સિમ અને કમ સે કમ આઠ મેગાપિક્સલ કેમેરાની શરત પણ કંપનીને પુરી કરવી પડશે, આ ઉપરાંત અન્ય ટેકનિકલ શરતો પણ કંપની પુરી કરવી પડશે.