શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગેહલોત સરકારને કયા પક્ષના બે ધારાસભ્યોએ આપ્યું સમર્થન ? જાણો વિગત
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગેહલોત સરકારને બીટીપીના બે ધારાસભ્યોએ સમર્થન જાહેર કર્યું છે.
નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એક મોટું ટ્વિસ્ટ આવ્યું છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) એ કૉંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે બીટીપીના બન્ને ધારાસભ્ય અને તેમના પદાધિકારી અશોક ગેહલોતની સરકારના કાર્યકાળથી સંતુષ્ટ છે અને તેઓ કૉંગ્રેસની સાથે છે.
ડોટાસરાએ કહ્યું કે, નિશ્ચિતપણે પ્રજાતંત્રને મજબૂત કરવા અને બચાવી રાખવા માટે આ બન્ને ધારાસભ્યોએ અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. હું પાર્ટીનો અધ્યક્ષ હોવાના નાતે તેઓનો અને બીટીપીના કાર્યકર્તાઓનો કૉંગ્રેસ તરફથી આભાર વ્યક્ત કરું છું.
બીટીપી ધારાસભ્ય રાજકુમાર રૌતેએ કહ્યું કે, સરકારે આશ્વાસન આપ્યું છે કે, અમારી માંગોને પૂરી કરશે અને અમે પણ કહ્યું છે કે, અમે કૉંગ્રેસ સરકાર અને સીએમ અશોક ગહેલોત સાથે છીએ.
બીટીપીના ધારાસભ્ય રામપ્રસાદ ડિંડોરે કહ્યું કે, ભાજપ દ્વારા સરકારને હટાવવા પ્રયાસ મધ્ય પ્રદેશની જેમ કરવામાં આવ્યા. અમે શરૂઆતથી જ તેમની વિરુદ્ધ હતા, કારણ કે ચૂંટાયેલી સરકારને જતનાએ બહુમત આપ્યો છે અને તેને પાંચ વર્ષ ચલાવવું જોઈએ. અમે ઈચ્છતા હતા કે ચૂંટાયેલી સરકાર ટકી રહે. તેમણે કહ્યું કે, અમારું કૉંગ્રેસને પૂરું સમર્થન છે અને આગળ પણ રહેશે.
રાજસ્થાનમાં રાજકીય ઉઠકબેઠક વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી અને રાજ્યપાલને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે અવગત કર્યા. સાથે તેમની પાસે બહુમત હોવાનો પણ તર્ક આપ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement