શોધખોળ કરો
Advertisement
ટ્રાન્સજેન્ડર વ્યક્તિના અધિકારોની સુરક્ષા માટે રાજ્યસભામાં ટ્રાન્સજેન્ડર બિલ 2019 પાસ
આ વિધેયકમાં ટ્રાન્સજેન્ડર લોકો વિરુધ્ધ અપરાધ કરના લોકો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો હેતુ એ છે કે આ બિલ લાવવાથી હાંસિયામાં ઊભા આ વર્ગ વિરુધ્ધ ભેદભાવ અને દુર્વ્યવહાર રોકવા સાથે તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવામાં મદદ મળશે
નવી દિલ્હી: રાજ્યસભામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોની સુરક્ષા) બિલ, 2019ને મંગળવારે મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા 5 ઓગસ્ટે 2019ના રોજ લોકસભામાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલમાં ટ્રાન્સજેન્ડરોને સમાજની મુખ્યધારામાં લાવવા અને તેમના સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સશક્તીકરણ માટે એક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ વિધેયકમાં ટ્રાન્સજેન્ડર લોકો વિરુધ્ધ અપરાધ કરના લોકો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો હેતુ એ છે કે આ બિલ લાવવાથી હાંસિયામાં ઊભા આ વર્ગ વિરુધ્ધ ભેદભાવ અને દુર્વ્યવહાર રોકવાની સાથે તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવામાં મદદ મળશે.
આ બિલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ઓળખપત્ર જાહેર કરવાની સાથે નિયોજન, ભરતી, બઢતી અને અન્ય સંબંધિત મુદ્દા સાથે જોડાયેલા વિષયોમાં કોઈ પણ ટ્રાન્સજેન્ડર સાથે ભેદભાવ નહી કરવામાં આવે તેના પર જોર આપવામાં આવ્યું છે.Rajya Sabha passes transgender persons(protection of rights) bill 2019 pic.twitter.com/4YtMoBZSGv
— ANI (@ANI) November 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement