શોધખોળ કરો
Advertisement
રામ મંદિર ટ્રસ્ટની પીએમ મોદીએ કરી જાહેરાત, નામ હશે- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
પીએમ મોદીએ કહ્યું, કરોડો દેશવાસીઓની જેમ જ મારા હૃદયની નજીક છે.
નવી દિલ્હીઃ મોદી કેબિનેટમાં આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી ગઈ છે. સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ટ્રસ્ટ બનાવવાનો પ્રસ્તા રાખ્યો. તેમણે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મદ્દાને લઈને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક યોજના તૈયાર કરી છે.
પીએમ મોદીએ કહ્યું, ‘કરોડો દેશવાસીઓની જેમ જ મારા હૃદયની નજીક છે. આ વિષય પર વાત કરવી એ મારું સૌભાગ્ય સમજું છું.‘ તેમણે કહ્યું, ‘ આ વિષય શ્રીરામ જન્મભૂમિ સાથે જોડાયે છે. આ વિષય છે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર સાથે જોડાયેલ છે.’
મોદીએ કહ્યું, ‘સુપ્રીમ કોર્ટે રામ મંદિરના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાની વાત કહી હતી. આજે સવારે મંત્રિમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.’ તેમણે કહ્યું, ‘ રામ મંદિર માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ હશે. આ સ્વતંત્ર હશે અને ભગવાન રામના જન્મસ્થાન પર એક વિશાળ મંદિર માટે તમામ નિર્ણય લેવામાં સક્ષમ હશે.’
પીએમ મોદીએ કહ્યું, ‘ અમે યૂપી સરકારને અયોધ્યામાં સુન્ની વક્ફ બોર્ડ માટે 5 એકર જમીન આપવાની વિનંતી કરી છે. યૂપી સરકારે તેની મંજૂરી આપી દીધી છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement