શોધખોળ કરો
Advertisement
ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે જોવા મળશે અયોધ્યા રામમંદિરની ઝાંખી
ગણતંત્ર દિવસ પરેડની ઝાંકીઓને લઈ આ અઠવાડિયામાં દિલ્હીમાં એક બેઠક મળી હતી. તેમાં ઉત્તરપ્રદેશ તરફથી રામ મંદિરનો પ્રસ્તાવ આવ્યો હતો અને તેને મંજૂરી આપી દેવાઈ છે.
લખનઉ: દિલ્હીમાં પ્રજાસત્તાક (26 જાન્યુઆરી) દિવસની પરેડમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરની ઝાંખી(ટેબ્લો) જોવા મળશે. તેનો પ્રસ્તાવ ઉત્તરપ્રદેશ સરકારે મોકલ્યો હતો. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. પહેલીવાર યૂપીથી રામમંદિર સાથે જોડાયેલી ઝાંખી રજૂ કરવામાં આવશે. તેમાં ભગવાન રામ સાથે જોડાયેલી અનેક કથાઓ દર્શાવવામાં આવશે. ગણતંત્ર દિવસની પરેડમાં જુદાં-જુદાં રાજ્યોની ઝાંખીઓ દેખાડવામાં આવે છે.
ગણતંત્ર દિવસ પરેડની ઝાંકીઓને લઈ આ અઠવાડિયામાં દિલ્હીમાં એક બેઠક મળી હતી. તેમાં ઉત્તરપ્રદેશ તરફથી રામ મંદિરનો પ્રસ્તાવ આવ્યો હતો અને તેને મંજૂરી આપી દેવાઈ છે. રાજ્યના માહિતી નિદેશન શિશિરે આ અંગેની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું શરુ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ભૂમિ પૂજન કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
રાજકોટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion