શોધખોળ કરો
Advertisement
હસ્તિનાપુરમાં 13મી એપ્રિલથી ફરી શરૂ થશે 'મહાભારત', કલાકારોએ શરૂ કર્યુ રિહર્સલ
હસ્તિનાપુર સાંસ્કૃતિક ફાઉન્ડેશન ભવ્ય 'હસ્તિનાપુર કી મહાભારત'નુ મંચન કરશે, ફાઉન્ડેશનના અધ્યક્ષ મુખિયા ગુર્જરે કહીને બતાવ્યુ કે આને લઇને કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. મંચન માટે રિહર્સલ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે
મેરઠઃ પાંડવોની રાજધાની રહેલી ઐતિહાસિક હસ્તિનાપુરમાં ફરી એકવાર મહાભારત થવા જઇ રહી છે. મેરઠથી લગભગ 40 કિલોમીટર દુર વસેલી હસ્તિનાપુર મહાભારતના યુદ્ધનુ સાક્ષી બનશે. દેશમાં પહેલીવાર અહીં મહાભારતના મંચન માટે કલાકારોએ રાતદિવસ એક કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે કેટલાય ટીવી કલાકારો આનો ભાગ બનશે.
હસ્તિનાપુર સાંસ્કૃતિક ફાઉન્ડેશન ભવ્ય 'હસ્તિનાપુર કી મહાભારત'નુ મંચન કરશે, ફાઉન્ડેશનના અધ્યક્ષ મુખિયા ગુર્જરે કહીને બતાવ્યુ કે આને લઇને કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. મંચન માટે રિહર્સલ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
135 કલાકારો થશે સામેલ....
મહાભારતના મંચનમાં અલગ અલગ ક્ષેત્રાના લગભગ 135 કલાકારો પોતાનો અભિનય, ગાયન તથા અન્ય કલાઓથી ભવ્ય મહાભારતની પ્રસ્તુતિ કરશે. આમાં કેટલીક મહિલા કલાકારો પણ સામેલ છે.
આ એક્ટર દેખાશે....
'હસ્તિનાપુર કી મહાભારત' માં કર્ણની ભૂમિકામાં મરાઠા ફિલ્મોનો સ્ટાર એક્ટર રાધવ દેખાશે. વળી અવની વર્મા કુંતીની ભૂમિકા નિભાવશે. ગાંધારીની ભૂમિકા જૂહી ત્યાગી નિભાવશે. આ ઉપરાંત માદ્રીના રૉલમાં સપના પવાર, ગૌરવ શર્મા દૂર્યોધન, યથાર્થ શર્મા ભીમ, પ્રશાંત પુંડીર યુધિષ્ઠિરનો રૉલ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion