Remdesivir Injection: ગુજરાતમાં રેમડેસિવિર મળતાં નથી ને ભાજપ શાસિત રાજ્યને અપાશે 25 હજાર ઈંજેક્શન ? CMએ અમદાવાદમાંથી ઈંજેક્શન લેવા કહ્યું
લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારક હોવાનું લાગે છે અને તેના કારણે જ કોરોનાના દર્દી બચશે એવું લાગે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં.
લખનઉઃ દેશમાં કોરોના વાયરસે કાળો કહેર (Coronavirus) મચાવ્યો છે. દૈનિક કેસની સંખ્યા બે લાખ નજીક પહોંચવા આવી છે. કોરોનાની સારવારમાં રેમડેસિવિર ઈંજેકશન (Remdesivir Injection) રામબાણ ઈલાજ છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં આ ઈન્જેકેશન બનાવતી કંપનીની બહાર લોકોએ ખરીદવા માટે લાઇનો લગાવી હતી. આ ઈંજેક્શનની રાજ્યમાં ભારે અછત સર્જાઈ હતી અને હાલ પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં એક તરફ રેમડેસિવિર મળતાં નથી ત્યારે ભાજપ શાસિત રાજ્યને આપવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી રેમડેસિવિરની અછતનાપગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Aditynath) રાજ્યના આરોગ્ય વિભાગને ગુજરાતના અમદાવાદમાંથી તાત્કાલિક ધોરણે 25 હજાર ઈંજેક્શન ખરીદવાનો આદેશ આપ્યો છે.
કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી 5 જીવલેણ આડઅસરની ચેતવણી આપે છે.
- લોહીમાં ઓક્સિજન ઘટી જઈ શકે. તેના કારણે શ્વાસ રૂંધાય ને મૃત્યુ નિપજે
- બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય
- પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ સર્જાય
- લિવરને ગંભીર અસર થાય કે જે જીવલેણ સાબિત થાય
- સામાન્ય લક્ષણ ધરાવતાં કિસ્સામાં રેમેડેસિવિરનો ઉપયોગ ઠીક નથી
રિમડેસિવિરથી સારવાર કરાયેલા લોકોમાં તે સામાન્ય રીતે થતી સામાન્ય અસરોમાં શ્વાસ રૂંધાવો અને બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વના અંગ કામ કરતાં બંધ થઈ જઈ શકે છે. જેમાં ઓછી આલ્બુમિન, લો પોટેશિયમ, રક્ત કણોમાં ઘટાડો, થ્રોમ્બોસાયટ્સ ઘટી જવા અને કમળાનો સમાવેશ થાય છે. અન્ય અહેવાલ મુજબ વિપરીત અસરોમાં ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ મુશ્કેલી, લોહીમાં એલિવેટેડ ટ્રાન્સમિનેઝનું સ્તર (યકૃત ઉત્સેચકો), પ્રેરણા સાઇટની પ્રતિક્રિયાઓ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અસામાન્યતાઓ સામેલ છે. રેમડેસિવિર ઇન્ફ્યુઝન-સંબંધિત પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે, જેમાં લો બ્લડ પ્રેશર, ઉબકા, ઉલટી થવી, પરસેવો વળવો અથવા કંપન થવું શામેલ છે. કેટલાક કિસ્સામાં રેમડેસિવિરની આડઅસરમાં લિવર પર પણ જોવા મળે છે. જેને લઈ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.
રેમડેસિવિર ઈન્જેક્શનની કઈ સારવાર માટે થઈ હતી શોધ
લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારક હોવાનું લાગે છે અને તેના કારણે જ કોરોનાના દર્દી બચશે એવું લાગે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં. રેમડેસિવિર ઈન્જેકશન હેપેટાઈટિસ બી રોગની સારવાર માટે બનાવાયું હતું. એ પછી ઈબોલા વાયરસ ડીસિઝ અને મારબર્ગ વાયરસ ઈંફેક્શન માટે પણ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો. 2019નાં કોરોનાના કેસ નોંધાવા માંડ્યા પછી તમામ દેશો હાંફળાફાંફળા થઈ ગયા હતા કેમ કે કોરોનાની કોઈ દવા નહોતી. રેમડેસિવિર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરાનાની સારવાર માટે કરવા સંશોધન શરૂ થયાં. આ સંશોધનોનાં પરિણામો હકારાત્મક દેખાતાં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે શરૂ કરાયો હતો. 2020ની સાલથી વિશ્વના લગભગ 50 દેશોમાં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થાય છે.