Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi Speech: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું.

Rahul Gandhi Speech: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે, કાલે હું આવ્યો અને સિનિયર નેતાઓને મળ્યો. મારો હેતુ હતો કે તમારા દિલની વાત સાંભળું અને સમજુ. મારી અને કોંગ્રેસની ગુજરાતમાં શું જવાબદારી બને છે. હું ગુજરાતમાં માત્ર કોંગ્રેસ પક્ષ માટે નથી આવ્યો.
ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ માટે હું આવ્યો છું. 30 વર્ષ થયા આપણે અહીં સરકારમાં નથી. 2017, 2012, 2022, 2007 આ ચૂંટણીઓની જ વાતો થાય છે. આપણે ફક્ત ચૂંટણીની વાતો નથી કરવાની. આપણી જવાબદારી આપણે પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની પ્રજા ચૂંટણી નહીં જીતાડે. ગુજરાતની જનતા પાસે સરકાર આપણે માગવી પણ ના જોઈએ. એવું કામ કરીએ કે ગુજરાતની તમામ જનતા કોંગ્રેસ સમર્થન કરે.
LIVE: Addressing Congress Workers | Ahmedabad, Gujarat https://t.co/H5Laio3EVy
— Rahul Gandhi (@RahulGandhi) March 8, 2025
અંગ્રેજોની સામેની લડત સમય પણ કોંગ્રેસ પક્ષનો કોઈ ચેહરો નહોતો. લીડર સાઉથ આફ્રિકાથી આવ્યા મહાત્મા ગાંધી. ગુજરાતે કોંગ્રેસને ઓરિજનલ નેતૃત્વ આપ્યું. ગાંધીજી વગર દેશને આઝાદી ન મળત. ગુજરાત વગર દેશને ગાંધીજી ન મળત. હિન્દુસ્તાનને ગુજરાતે રસ્તો બતાવ્યો હતો. ગાંધીજીની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આપણા સૌથી મોટા 5 નેતાઓ પૈકી 2 ગુજરાતના હતા.
રાહુલ ગાંધીએ આગળ ઉમેર્યું કે, ગુજરાત રસ્તો શોધે છે અને આગળ વધવા માગે છે. ગુજરાત કોંગ્રેસ ગુજરાતને રસ્તો નથી બતાવી શકતું.
મને આ વાત કહેતા શરમ આવે છે કે અમે ગુજરાતને રસ્તો ના બતાવી શક્યા. ગુજરાતની જે આશાઓ કોંગ્રેસ અને મારી પાસે હતી તે અમે પૂરી નથી કરી શક્યા. આ હકીકત નહીં સ્વીકાર્યે ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને નહીં સ્વીકારે. હું ગુજરાતના યુવાઓ સાથે સંબંધ બનાવવા આવ્યો છે.
રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો 2 પ્રકારના છે. 1 પ્રજા સાથે રહેવા વાળા અને તેનું સન્માન કરાવા વાળા. બીજા પ્રજા સાથે નથી અને તેનું સન્માન પણ નથી કરતા. ગુજરાત કોંગ્રેસ કેટલાક નેતાઓ ભાજપની ભળેલા છે. કોંગ્રેસમાં રહેલા અને ભાજપમાં ભળેલા લોકોને દૂર કરવા પડશે. ગુજરાતની પ્રજા, વેપારી, ખેડૂત, યુવાઓ વિપક્ષ ઈચ્છે છે B ટીમ નથી ઈચ્છતી. કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે પણ પાછળથી સાંકળ બાંધેલી છે. આપણે 2 કામ કરવાના છે, પહેલું કામ આ 2 ગૃપને અલગ કરવાનું છે. 20 - 25 લોકોને કાઢવા પડે તો આપડે કાઢીશું.
તેમણે આગળ ઉમેરતા કહ્યું કે, સંગઠનનો કંટ્રોલ સારા લોકો પાસે રહેવો જોઈએ. આપણે ગુજરાતમાં ચૂંટણી માટે વાત નથી કરવાની. આપણે કોંગ્રેસની વિચારધારા કે જે મૂળ ગુજરાતની વિચારધારા છે તેની વાત કરવાની છે. ગુજરાતની કરોડરજ્જૂ લઘુ અને સૂક્ષ્મ ઉધ્યોગ છે. ગુજરાતના ખેડૂતો નવી દ્રષ્ટિ, નવું વિઝન ઝંખે છે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ,સિરામિક ઉદ્યોગ પડી ભાગ્યા છે. આપણે પ્રજા સાથે જોડાવાની જરૂર છે.
કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની પ્રજાના ઘર સુધી જવું પડશે. લોકોને ભાષણ આપવા નહીં તેમને સાંભળવા જવાના છે. વિપક્ષ પાસે ગુજરાતમાં 40 ટકા મતો છે, આ નાનો આંકડો નથી. ગુજરાતમાં કોંગ્રેસ પાસે મહિલાઓના મત નથી. હું ગુજરાતને સમજવા માંગુ છું, ગુજરાત સાથે સંબંધ બાંધવા ઇચ્છું છું. આપ કહેશો તે ખૂણે ગુજરાતમાં આવવા હું તૈયાર છું. ગુજરાતમાં આવીને મારું વજન વધી જાય છે. ગુજરાતના લોકો મને ખૂબ સારી રીતે જમાડે છે.
આ પણ વાંચો...





















