શોધખોળ કરો
Advertisement
જમ્મુ અને કાશ્મીરની જેમ આ 11 રાજ્યોને પણ બંધારણની કલમ 371 હેઠળ મળેલો છે ખાસ દરજ્જો, જાણો વિગત
રાષ્ટ્રપતિ ઈચ્છે તો મણિપુર રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 (article 370) હટાવી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારનાં રોજ કલમ 370 હટાવવાની જાણકારી રાજ્યસભામાં આપી. ત્યાર બાદ ગૃહમાં ભારે હોબાળો થવા લાગ્યો. પરંતુ દેશનાં અંદાજે 11 જેટલા રાજ્યોમાં આવી જ એક કલમ લાગુ છે કે જે કેન્દ્ર સરકારને વિશેષ તાકાત આપે છે. આ કલમ 371 (article 371) છે. આ કલમને આધારે કેન્દ્ર સરકાર તે રાજ્યમાં વિકાસ, સુરક્ષા, સરક્ષણ વગેરે સંબંધિત કામ કરી શકે છે.
મહારાષ્ટ્ર/ગુજરાતઃ આર્ટિકલ 371
મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.
કર્ણાટક-આર્ટિકલ 371 જે, 98મું સંશોધન એક્ટ-2012
હૈદરાબાદ અને કર્ણાટક વિસ્તારમાં અલગ વિકાસ બોર્ડ બનાવવાની જોગવાઈ છે. આનો વાર્ષિક રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવવામાં આવેલા ક્ષેત્રના વિકાસ કાર્ય માટે અલગથી ફંડ મળે છે પરંતુ સરખા ભાગમાં. સરકારી નોકરીઓમાં આ ક્ષેત્રના લોકોને બરાબર ભાગીદારી મળે છે. આ હેઠળ રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીમાં હૈદરાબાદ અને કર્ણાટકમાં જન્મેલા લોકોને નિર્ધારિત અનામત પણ મળે છે.
આંધ્ર પ્રદેશ અને તેલંગણા- 371ડી, 32મું સંશોધન એક્ટ-1973
આ રાજ્યોને માટે રાષ્ટ્રપતિ પાસે એ વિશેષ અધિકાર હોય છે કે તે રાજ્ય સરકારને આદેશ આપે છે કે કઇ નોકરી માટે કયા વર્ગના લોકોને નોકરી આપી શકાય છે. આ જ પ્રકારે શિક્ષણ સંસ્થાઓમાં પણ રાજ્યનાં લોકોને બરાબર ભાગીદારી અથવા અનામત મળે છે. રાષ્ટ્રપતિ નાગરિક સેવાઓ સાથે જોડાયેલ પદો પર નિયુક્તિ સાથે સંબંધિત મામલાઓને નિપટાવવા માટે હાઇકોર્ટથી અલગ ટ્રિબ્યુનલ બનાવી શકીએ છીએ.
મણિપુર- 371સી-27મું સંશોધન એક્ટ-1971
રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્ય વિકાસ સંબંધી કાર્યોનું ધ્યાન રાખશે. રાજ્યપાલ આ અંગેનો વાર્ષિક રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે.
મિઝોરમ- 371જી - 53મું સંશોધન એક્ટ-1986
જમીનની માલિકીના હકને લઇ મિઝો સમુદાયના પારંપરિક પ્રથાઓ, શાસકીય, નાગરિક અને ગુનાકીય ન્યાય સંબંધી નિયમોને ભારત સરકારની સંસદ ના બદલી શકે. કેન્દ્ર સરકાર આની પર ત્યારે જ નિર્ણય લઇ શકે છે કે જ્યારે રાજ્યની વિધાનસભા કોઇ સંકલ્પ અથવા તો કાયદો ના લઇને આવે.
નાગાલેન્ડ- 371એ -13મું સંશોધન એક્ટ- 1962
જમીનના માલિકાના હક્કને લઈને નાગા સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે. આ કાયદો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે ભારત સરકાર અને નાગા સમાજના લોકો વચ્ચે 1960માં 16 મુદ્દાઓ પર કરાર થયો હતો.
અરૂણાચલ પ્રદેશ - 371એચ -55મું સંશોધન એક્ટ - 1986
રાજ્યપાલને રાજ્યના કાયદા અને સુરક્ષાને લઇને વિશેષ અધિકાર મળે છે. તે મંત્રીઓના પરિષદથી ચર્ચા કરીને પોતાના નિર્ણયને લાગુ કરાવી શકે છે. પરંતુ આ ચર્ચા દરમ્યાન મંત્રીઓની પરિષદ રાજ્યપાલના નિર્ણય પર કોઇ જ સવાલ ના ઉઠાવી શકે. રાજ્યપાલનો નિર્ણય એ અંતિમ નિર્ણય હશે.
આસામ - 371બી -22મું સંશોધન એક્ટ - 1969
રાષ્ટ્રપતિ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓની એક કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્યના વિકાસ સંબંધી કાર્યો અંગે વિચાર-વિમર્શ કરીને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપી શકે.
સિક્કિમ - 371એફ - 36મું સંશોધન એક્ટ -1975
રાજ્યની વિધાનસભાના પ્રતિનિધિ મળીને એક એવા પ્રતિનિધિ પસંદ કરી શકે છે કે જે રાજ્યના વિભિન્ન વર્ગોના અધિકારો અને રૂચિઓનો ખ્યાલ રાખશે. સંસદ વિધાનસભામાં કેટલીક સીટો નક્કી કરી શકે છે, જેમાં વિભિન્ન વર્ગોના જ લોકો પસંદ થઇને આવશે. રાજ્યપાલના પાસ વિશેષ અધિકાર હોય છે કે જે અંતર્ગત તેઓ સામાજિક અને આર્થિક વિકાસને માટે બરાબર વ્યવસ્થાઓ કરી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement