Covid-19 Symptoms in Children: બાળકોમાં કોરોનાના કયા જોવા મળે છે લક્ષણો ? જાણો રિસર્ચમાં શું આવ્યું સામે
બાળકોમાં લોંગ કોવિડના લક્ષણ દુર્લભ હોય છે. મોટાભાગના બાળકોમાં છ દિવસમાં કોરોનાથી ઠીક થઈ જાય છે. લાંસેટ ચાઈલ્ડ એન્ડ એડોલસેંટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત યૂકતેના એક મોટા રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.
Covid-19 Symptoms in Children: બાળકોમાં લોંગ કોવિડના લક્ષણ દુર્લભ હોય છે. મોટાભાગના બાળકોમાં છ દિવસમાં કોરોનાથી ઠીક થઈ જાય છે. જ્યારે ચાર સપ્તાહથી વધુ સમય સુધી લક્ષણનો અનુભવ કરનારા બાળકોની સંખ્યા ખૂબ ઓછી છે તેમ એક રિસર્ચમાં સામે આવ્યું છે.
શેમાં પ્રકાશિત થયું રિસર્ચ
યૂકેના લાંસેટ ચાઈલ્ડ એન્ડ એડોલસેંટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. યૂકેની કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર એમ્મા ડંકને કહ્યું કે, કોરોનાના લક્ષણોનો લાંબા સમય સુધી અનુભવ કરનારા બાળકોની સંખ્યા ખૂબ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. રિસર્ચકર્તા મુજબ, કેટલાક પુખ્તો કોરોના બાદ લાંબી બીમારીનો અનુભવ કરે છે, જેને લોંગ કોવિડ કહે છે. આ લક્ષણ ચાર સપ્તાહ કે તેથી વધુ સમય રહે છે. પરંતુ બાળકોમાં આ સ્થિતિ ભાગ્ય જ જોવા મળે છે.
કોરોનાથી સંક્રમિત અનેક બાળકોમાં નથી વિકસતા લક્ષણ
પ્રો.ડંકનના કહેવા મુજબ, કોરોનાથી સંક્રમિત અનેક બાળકોમાં લક્ષણ વિકસિત થતા નથી. પરંતુ તેમાં હળવું સંક્રમણ હોય છે. જાવ કોવિડ સ્ટડી સ્માર્ટફોન એપના માધ્યમથી એકત્ર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરાયો હતો. તેમાં પાંચ થી 17 વર્ષના 2,50,000થી વધારે યુકેના બાળકોનો ડેટા સામેલ છે. જે પૈકી 1,734 બાળકોમાં કોરોનાના લક્ષણ વિકસિત થયા હતા.
કોવિડ સંક્રમિત બાળકોમાં આ છે સામાન્ય લક્ષણ
જ્યાં સુધી બાળકો સ્વસ્થ ન થઈ ગયા ત્યાં સુધી તેમાં લક્ષણો જોવા મળ્યા હતા. રિસર્ચ મુજબ મોટાભાગના બાળકો ચાર સપ્તાહમાં જ ઠીક થઈ ગયા હતા, જ્યારે કેટલાક બાળકોમાં એક મહિના બાદ પણ લક્ષણો જોવા મળતા હતા. લોંગ કોવિડમાં બાળકો દ્વારા અનુભવ કરવામાં આવતું સૌથી સામાન્ય લક્ષણ થાક હતું. આ ઉપરાંત માથાનો દુખાવો અને સ્વાદનો અનુભવ ન થવો પણ લક્ષણ તરીકે સામે આવ્યા હતા. બે ટકા બાળકોમાં જ આઠ સપ્તાહથી વધારે સમય સુધી કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા.