Rewa News: એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા માતાના મૃતદેહને ખાટલા પર લઈને દીકરીઓ 5 કિમી સુધી ચાલી
આ ઘટના રીવાના મહેસુઆ ગામની છે, જ્યાં રીવાના રહેવાસી મોલિયા કેવટ (80)ના પરિવારના સભ્યો તેમની તબિયત બગડતાં તેમને રાયપુર કરચુલિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.
![Rewa News: એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા માતાના મૃતદેહને ખાટલા પર લઈને દીકરીઓ 5 કિમી સુધી ચાલી rewa madhya pradesh four daughters took dead body of mother on cot 5 km ambulance not found given Rewa News: એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા માતાના મૃતદેહને ખાટલા પર લઈને દીકરીઓ 5 કિમી સુધી ચાલી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/a6e28201184fb8f0b45072b176b7c122_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rewa News: મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાંથી સામે આવેલી આ તસવીર જોઈને શરમથી તમારું માથું ઝુકી જશે અને તમે પણ કહેશો કે શિવરાજ સિંહ ચૌહાણનું આ કેવું સુશાસન અને અંત્યોદય છે, જેમાં ચાર દીકરીઓએ પોતાની માતાના મૃતદેહને ખાટલા પર લઈને જવું પડી રહ્યું છે. રીવા જિલ્લામાં, 80 વર્ષીય વૃદ્ધ મહિલાની તબિયત બગડતાં તેને હોસ્પિટલ લઈ જવા માટે સંબંધીઓએ એમ્બ્યુલન્સ બોલાવી.
એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળી
કલાકો સુધી રાહ જોવા છતાં પણ એમ્બ્યુલન્સ ન આવતાં પરિવાર મહિલાને ખાટલા પર જ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. એમ્બ્યુલન્સ બાદ સ્વજનોને શબવાહિની પણ મળી ન હતી. મજબૂરીમાં 4 મહિલાઓ અને એક બાળકી તડકામાં વૃદ્ધની લાશને ખાટલા પર બાંધીને બે કલાકમાં 5 કિમી દૂર તેમના ઘરે લઈ ગયા હતા.
શબવાહિની માટે ના પાડી
આ ઘટના રીવાના મહેસુઆ ગામની છે, જ્યાં રીવાના રહેવાસી મોલિયા કેવટ (80)ના પરિવારના સભ્યો તેમની તબિયત બગડતાં તેમને રાયપુર કરચુલિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાં જોતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ઘરના સભ્યોએ ડોક્ટરો પાસેથી શબવાહિનીની માહિતી લીધી પણ કોઈએ કોઈ જવાબ ન આપ્યો.
આ પછી વૃદ્ધ મહિલાના મૃતદેહને ખાટલા પર રાખીને 4 મહિલા અને એક બાળકી ઘર તરફ રવાના થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ સરકારી તંત્રની આ દુઃખદ અને કરુણ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાંથી પણ કોઈએ મદદ કરી નથી
મૃતદેહ સાથે પરત ફરતી વખતે, મહિલાઓને રાયપુર કરચુલિયા પોલીસ સ્ટેશન પણ રસ્તામાં મળ્યું, પરંતુ કોઈએ મદદ કરી નહીં અને તંત્ર તમાશો બનીને રહી ગયું. તે જ સમયે, કેટલાક બાઇક સવારોએ મૃતદેહને ખાટલા પર લઈ જતો જોઈને તેમની પાસેથી માહિતી લીધી. મહિલાઓએ જણાવ્યું કે તેમને કોઈ મદદ મળી નથી. આ સાથે ઘટનાનો વિડીયો બનાવીને તંત્રની વાસ્તવિકતા સામે આવી હતી.
એવું કહેવાય છે કે જિલ્લા મુખ્યાલયમાં માત્ર રેડ ક્રોસ જ શબવાહિની આપે છે. અન્ય સ્થળોએ શબવાહિનીની વ્યવસ્થા નથી. માત્ર દર્દીને એમ્બ્યુલન્સ આપવાની જવાબદારી સરકારની છે. મૃત્યુ પછી શબને જાતે જ લઈ જવાનું હોય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)