શોધખોળ કરો

Russia Ukraine War: રોમાનિયાથી વધુ એક વિમાન પહોંચ્યું દિલ્હી, યૂક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને લાવવામાં આવ્યા

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ અંતર્ગત મંગળવારે રોમાનિયાથી 218 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ અંતર્ગત મંગળવારે રોમાનિયાથી 218 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. આ સિવાય હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી પણ એક વિમાન દિલ્હી પહોંચ્યું છે. જેમાં 216 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હી એરપોર્ટ પર ભારતીયોનું સ્વાગત કર્યું. તેમણે ખાતરી આપી કે સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.

તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેની શરૂઆત 26 ફેબ્રુઆરીએ થઈ હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આગલા દિવસે, બુડાપેસ્ટથી 240 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું.

દરમિયાન, સરકારે ઓપરેશન ગંગામાં એરફોર્સને જોડવાનો નિર્ણય પણ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એરફોર્સને સૂચના આપી છે. આજથી મંગળવારથી એરફોર્સના સી-17 એરક્રાફ્ટ ભારતીયોને પરત લાવશે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું. સોમવારે બેલારુસની સરહદ પર રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઈ હતી. જોકે મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થી(Indian student)નું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે  પુષ્ટી કરીએ છીએ કે આજે સવારે ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે.  રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે ભારતીય હજુ પણ ખારકિવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોમાં છે. મૃતક ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીન એસજી તરીકે થઇ છે. વિદ્યાર્થી એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget