Russia Ukraine War: પીએ મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે 50 મિનિટ સુધી ફોન પર શું કરી વાત ? જાણો વિગત
Russia Ukraine War: પુતિને તેમને યુક્રેનિયન અને રશિયન ટીમ વચ્ચે વાટાઘાટોની સ્થિતિ અંગે માહિતગાર કર્યા.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. 12માં દિવસે રશિયાએ યુક્રેનના અનેક શહેરોમાં હુમલા તેજ કર્યા છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે વાત કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, સરકારી સૂત્રોએ જણાવ્યું પીએમ મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિ સાથે ફોન પર 50 મિનિટ વાત કરી. જેમાં તેઓ યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરી. પુતિને તેમને યુક્રેનિયન અને રશિયન ટીમ વચ્ચે વાટાઘાટોની સ્થિતિ અંગે માહિતગાર કર્યા.
પુતિને મોદીને શેની આપી ખાતરી
સૂત્રોના કહેવા મુજબ PM એ રાષ્ટ્રપતિ પુતિનને વિનંતી કરી કે તેઓ બંને દેશોની ટીમો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે સીધી વાતચીત કરે. પીએમ મોદીએ યુક્રેનના કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ અને માનવતાવાદી કોરિડોરની સ્થાપનાની જાહેરાતની પ્રશંસા કરી, જેમાં સુમીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી.
PM Modi spoke on the phone to Russian President Putin. The phone call lasted for about 50 min. They discussed the evolving situation in Ukraine. President Putin briefed PM Modi on the status of negotiations between the Ukrainian and Russian teams: GoI Sources
— ANI (@ANI) March 7, 2022
(File pics) pic.twitter.com/KCGv8Sz894
યુક્રેનના આ ચાર શહેરોમાં યુદ્ધવિરામ
યુક્રેનના ચાર શહેરોમાં યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. જે શહેરોમાં યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે તેમાં કિવ, ખારકિવ, સુમી અને માર્યુપોલનો સમાવેશ થાય છે. બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.