શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં હવે ભારતીય પોષાક પહેરનારને જ મળશે દર્શન કરવાની મંજૂરી, જાણો વિગત
દેશ અને વિદેશના લાખો ભક્તો માટે શિરડી આસ્થાનું સ્થળ છે. દરરોજ હજારોની સંખ્યામાં સાંઈના દર્શન માટે શિરડી પહોંચે છે. ઘણા શ્રદ્ધાળુઓએ સંસ્થાને ફરિયાદ કરી હતી કે, શ્રદ્ધાળુઓ વાંધાજનક કપડા પહેરીને દર્શન માટે આવે છે.
![દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં હવે ભારતીય પોષાક પહેરનારને જ મળશે દર્શન કરવાની મંજૂરી, જાણો વિગત Saibaba temple trust appeals to devotees to be dressed in civilised manner or as per Indian culture દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં હવે ભારતીય પોષાક પહેરનારને જ મળશે દર્શન કરવાની મંજૂરી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03010834/shirdi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પુણે: દેશના પ્રસિદ્ધ શિરડી સાંઈ બાબા મંદિર સંસ્થાએ દર્શનાર્થીઓને અપીલ કરી છે કે, સાંઈ દર્શન માટે આવનાર ભક્તો નાના-ટાઈટ કપડા પહેરીને ના આવે. દર્શન માટે શિરડી જતા સમયે ભારતીય પોશાક પહેરે. સાંઈ સંસ્થાએ મંદિર પરિસરની સાથે સાથે પ્રવેશ દ્વાર પર પણ સૂચનાવાળા બોર્ડ લગાવી દીધા છે. જે શ્રદ્ધાળુઓ નાના અને આપત્તિજનક કપડા પહેરીને જાય છે, તેમને સુરક્ષા ગાર્ડ ગેટ પરથી પરત મોકલી રહ્યાં છે.
શિરડી દેશ અને વિદેશના લાખો ભક્તો માટે આસ્થાનું સ્થળ છે. દરરોજ હજારોની સંખ્યામાં સાંઈના દર્શન માટે શિરડી પહોંચે છે. ઘણા શ્રદ્ધાળુઓએ સંસ્થાને ફરિયાદ કરી હતી કે, શ્રદ્ધાળુઓ વાંધાજનક કપડા પહેરીને દર્શન માટે આવે છે, તેમને રોકવામાં આવે. છેલ્લા 10 વર્ષથી આ મામલે માત્ર અટકળો ચાલી રહી હતી પરંતુ હવે માત્ર ભારતીય પોશાક પહેરેલા ભક્તોને જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. શિરડીના ગ્રામીણોએ ટ્રસ્ટના આ નિર્ણયને આવકાર્યો છે.
સાંઈ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી કાન્હુરાજ બગાટેએ કહ્યું કે, અમે માત્ર સૂચન, અનુરોધ અને અપીલ કરી રહ્યાં છે. અમે ભક્તોને દર્શન માટે આવવા પર ભારતીય પહેરવેશમાં આવવાની અપીલ કરી છે. ના કે કડક અને ના તો કોઈ ડ્રેસ કોડ લાગુ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)