શોધખોળ કરો
Advertisement
MP: કોગ્રેસ સેવાદળની બેઠકમાં વહેંચવામાં આવ્યું સાવરકર પરનું વિવાદીત સાહિત્ય
આ સાહિત્યમાં સાવરકરને લઇને જે વાતો લખવામાં આવી છે તેને લઇને વિવાદ પેદા થયો છે.
ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં કોગ્રેસ સેવાદળની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં સાવરકર પર વિવાદીત સાહિત્ય વહેંચવામાં આવ્યું હતું. આ સાહિત્યમાં સાવરકરને લઇને જે વાતો લખવામાં આવી છે તેને લઇને વિવાદ પેદા થયો છે.
સેવાદળની બેઠકમાં જે પુસ્તક વહેંચવામાં આવી છે તેનું નામ ‘વીર સાવરકર કિતને વીર?’. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સાવરકર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પથ્થરો ફેંક્યા હતા અને ત્યાંની ટાઇલ્સ તોડી હતી. એટલું જ નહી પુસ્તકમાં નાથૂરામ ગોડસે અને સાવરકરના સંબંધોને લઇને વિવાદીત ટિપ્પણી કરવામાં આવી છે.
તે સિવાય પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સાવરકર લઘુમતિ મહિલાઓ પર બળાત્કાર કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા. સાવરકરે જેલમાંથી બહાર આવવા માટે અંગ્રેજોની લેખિતમાં માફી માંગી હતી અને આશ્વાસન આપ્યું હતું કે તે ફરીથી કોઇ રાજકીય ગતિવિધિમાં સામેલ થશે નહીં. કોગ્રેસ સેવાદળની બેઠકમાં આ વિવાદીત પુસ્તક વહેંચવાનો ભાજપે વિરોધ કર્યો હતો. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રામેશ્વર શર્માએ કહ્યું કે મહિલાઓને તંદૂરમાં સળગાવનારી કોગ્રેસ પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય છે?Lalji Desai,Rashtriya Seva Dal on a line in Congress Seva Dal booklet reading,'Savarkar had physical relationship with Nathuram Godse':Writer has written it on basis of evidence.But that's not imp for us. In our country today,everyone has legal right to have their own preferences pic.twitter.com/UpqcC6rOsl
— ANI (@ANI) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement