શોધખોળ કરો

Maharashtraમાં સાવરકર મુદ્દે તકરાર, CM, ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ સોશ્યલ મીડિયા પર બદલી ડીપી, લગાવી આ તસવીર

સોશ્યલ મીડિયા પર સાવરકરની તસવીર લગાવવાની સાથે નેતાઓએ લખ્યું- ‘હું સાવરકર છું’ અથવા ‘અમે બધા સાવરકર છીએ’.

Savarkar Row: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર તકરાર ઉભી થઇ ગઇ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના-ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓ વી.ડી. સાવરકરના સમર્થનમાં 'ગૌરવ યાત્રા' પહેલા મંગળવારે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટના ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ) પર તેમની તસવીર મુકી છે. 

ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદેના નેતૃત્વ વાળી શિવસેનાએ જાહેરાત કરી છે કે દેશ માટે સાવરકરના યોગદાનને સન્માનિત કરવા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમની (સાવરકર) ટીકાઓના જવાબમાં 30 માર્ચથી મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. 

સોશ્યલ મીડિયા પર સાવરકરની તસવીર લગાવવાની સાથે નેતાઓએ લખ્યું- ‘હું સાવરકર છું’ અથવા ‘અમે બધા સાવરકર છીએ’.

શરદ પવારે કોંગ્રેસને પોતાનું વલણ નરમ રાખવા કહ્યું ?
આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વી ડી સાવરકરની આકરી ટીકાને લઈને ઉભા થયેલા તણાવ વચ્ચે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) ગઠબંધન નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારે આ મુદ્દે શિવસેનાને લઇને પોતાનુ વલણ નરમ રાખવા કોંગ્રેસને કહ્યું હતુ. આ પછી  વિપક્ષી નેતાઓએ કહ્યું કે કોંગ્રેસ સાવરકરની ટીકા પર પોતાનું વલણ નરમ રાખવા સહમત છે. સાવરકરની ટીકાએ રાજ્યામાં અમારી NCP પાર્ટી અને શિવસેના વચ્ચે અસ્વસ્થતા પેદા કરી દીધી છે. 

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની તેમની વાતચીતમાં સાવરકરનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને MVA સાથી પક્ષો વચ્ચે આ બાબતે વલણ નરમ કરવા સર્વસંમતિ છે. રાઉતે કહ્યું, 'MVA જોડાણ અકબંધ છે. જો કોઈ એવું વિચારે છે કે MVA તૂટી જશે, તો તે ખોટો છે.

સોમવારે ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠક દરમિયાન પવારે આ મુદ્દો ઉઠાવ્યો હતો, અને સ્પષ્ટ કર્યું હતું કે સાવરકરને નિશાન બનાવવાથી MVAને કોઈ ફાયદો થશે નહીં, એમ બેઠકમાં ભાગ લેનારા બે નેતાઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.

Rahul Gandhi : સાવરકરને લઈ રાહુલના નિર્ણયથી ઉદ્ધવ લાલઘુમ, આપી ગર્ભિત ચિમકી

Rahul Gandhi On Veer Savarkar Row: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે આપેલા નિવેદનથી તેમના સાથી પક્ષો પણ ભારોભાર નારાજ જણાઈ રહ્યાં છે. રાહુલ ગાંધીના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આકરી પ્રતિક્રિયા આપી છે. આ સાથે ઠાકરે જૂથના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ડિનર પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ખડગેએ આજે સોમવારે સાંજે તેમના ઘરે તમામ વિરોધ પક્ષોના સાંસદો માટે ડિનર રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પુષ્ટિ કરી છે કે, વીર સાવરકરના અપમાનના મુદ્દે તેમની પાર્ટીના કોઈપણ નેતા ડિનરમાં હાજરી આપશે નહીં. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે (25 માર્ચ) પીસી દરમિયાન કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધીજી કોઈની માફી માંગતા નથી.

સાવરકરનું અપમાન નહીં સાંખી લઈએ

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ સહિત અનેક પાર્ટીઓએ તેમનો વિરોધ કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ભાગીદાર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ આ નિવેદનથી નારાજ છે. સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ સાવરકરનું અપમાન કદાપી સાંખી નહીં લે. 14 વર્ષ સુધી તેમને જેલમાં અકલ્પનીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી ચર્ચા કરશે

તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન લોકશાહીને બચાવવા માટે કરવામાં આવ્યું છે અને આપણે એક થઈને કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીને જાણી જોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, પરંતુ જો તેમાં સમય બગાડવામાં આવશે તો લોકશાહીનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી સાવરકરના મુદ્દા પર ચર્ચા કરશે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી લોકશાહી બચાવવા માટે એકસાથે આવ્યા છે.

"મહારાષ્ટ્રના લોકો યોગ્ય જવાબ આપી શકે છે"

બીજી તરફ સંજય રાઉતે કહ્યું હતું કે, વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો સણસણતો જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ, પરંતુ વીર સાવરકર અમારી પ્રેરણા છે. સોમવારે બીજેપી-શિવસેનાના સાંસદોએ પણ વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન સામે સંસદમાં શિવાજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget