શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવાની મોદી સરકારની તૈયારીઓથી SC ખુશ, કહ્યુ- ટીકાકારો પણ કરી રહ્યા છે પ્રશંસા
દેશના ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, આખો દેશ એમ માની રહ્યો છે કે સરકાર કોરોનાને લઇને તમામ જરૂરી પગલાઓ ભરી રહી છે. સરકાર ખૂબ સારુ કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા કેન્દ્ર સરકારે જે કડક વલણ અપનાવ્યું છે તેના સુપ્રીમ કોર્ટે વખાણ કર્યા હતા. કોર્ટે માન્યું કે સરકાર તમામ જરૂરી પગલાઓ ભરી રહી છે અને ટીકાકારો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. દેશના ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, આખો દેશ એમ માની રહ્યો છે કે સરકાર કોરોનાને લઇને તમામ જરૂરી પગલાઓ ભરી રહી છે. સરકાર ખૂબ સારુ કામ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં કોરોના વાયરસ સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કોરોના સામે લડવા માટે સરકારને જરૂરી પગલાઓ ભરવાના આદેશ આપવામાં આવે. કોરના વાયરસનો ટેસ્ટ કરનારી લેબની સંખ્યા વધારવાની માંગ કરાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે કોરોના લેબ ટેસ્ટિંગ સેન્ટર વધારવાની અરજી સરકારને રેફર કરી હતી.
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, અમે સરકારના પગલાથી સંતુષ્ટ છીએ. કોરોના સામે લડવા સરકારે ઝડપથી પગલા ભર્યા છે. ટીકાકારો પણ માની રહ્યા છે કે સરકારે યોગ્ય કામ કર્યું છે. આ રાજનીતિ નહી તથ્ય છે. આ બેન્ચમાં જસ્ટિસ એલ એન રાવ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion