શોધખોળ કરો
ભારતે કોરોનાની કઈ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ રોકવા આપ્યો આદેશ ? જાણો દર્દીને શું થઈ હતી આડઅસર ?
એસઆઈઆઈ વેક્સીન ટ્રાયલ માટે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના જેનર ઇન્સ્ટિટ્યૂટનું પાર્ટનર છે.
![ભારતે કોરોનાની કઈ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ રોકવા આપ્યો આદેશ ? જાણો દર્દીને શું થઈ હતી આડઅસર ? serum institute stops trial of covid 19 vaccine in india dcgi issues show cause notice ભારતે કોરોનાની કઈ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ રોકવા આપ્યો આદેશ ? જાણો દર્દીને શું થઈ હતી આડઅસર ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/18000022/corona-vaccine.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીથી તરફથી વિકસિત કરવામાં આવી રહેલ કોરોના વાયરસની રસી માટે ભારતમાં હ્યૂમન ટ્રાયલ કરી રહેલ સીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ ગુરુવારે ટ્રાયલ્સ તાત્કાલીક ધોરણે અટકાવી દીધા છે. એસઆઈઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, “અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને એસ્ટ્રાજેનેકા દ્વારા ટ્રાયલને ફરીથી શરૂ કરવામાં આવે ત્યાં સુધી ભારતમાં ટ્રાયલને અટકાવવામાં આવ્યું છે. અમે ડીસીજીઆઈના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ અને ટ્રાયલને લઈને આગળની કોઈ ટિપ્પણી નહીં કરી શકીએ.”
પુણે સ્થિતિ વેક્સીન નિર્માતા દ્વારા આ જાહેરાત ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) વી.જી. સોમાની દ્વારા કારણ બતાઓ નોટિસ આપ્યા બાદ કરવામાં આવી છે. તેમણે આ નોટિસમાં સ્પષ્ટતા માગી હતી કે જ્યારે રોગાની સુરક્ષા વિશે શંકા હજુ અસ્પષ્ટ છે તો એવામાં સંસ્થાએ કોરોનાની રસીના ક્લીનિકલ ટ્રાયલ ચાલુ રાખવાનો નિર્ણય શા માટે કર્યો.
આ નોટિસ એ ઘટનાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હતી જેમાં એસ્ટ્રાજીનિકાએ કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધર્યું હતું, પરંતુ બ્રિટનમાં એક દર્દીને તેની ગંભીર આડઅસર થયાનું બહાર આવતા પરીક્ષણો રોકી દેવામાં આવ્યા છે. ભારતે પણ તાત્કાલિક અસરથી પરીક્ષણો અટકાવી દીધા છે.
નોંધનીય છે કે, એસઆઈઆઈ વેક્સીન ટ્રાયલ માટે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના જેનર ઇન્સ્ટિટ્યૂટનું પાર્ટનર છે. તે હાલમાં ભારતમાં 107 ટ્રાયલ સ્થળો પર રસીનું ટ્રાયલ બીજા અને ત્રીજા તબક્કાનું કરી રહી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો થયો હતો કે એસ્ટ્રાજીનિકાની વેક્સિનના કારણે ગંભીર પરિણામો આવ્યા છે. દર્દીને બીજી જ બીમારી થઈ ગઈ છે. આ અહેવાલો પછી અમેરિકન સરકાર પણ સફાળી જાગી હતી.
દુનિયાભરમાં એ પછી ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવાયો હતો. કંપનીના સીઈઓએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જેમના પર પ્રયોગ થયો હતો એ દર્દીને ન્યૂરોલોજિકલ સમસ્યા હતી. તેના કારણે દવાની અસર થઈ છે. જોકે, બીમારી અંગે કંપનીએ સ્પષ્ટતા કરી ન હતી. તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વર્ષના અંત સુધીમાં આ વેક્સિન તૈયાર થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)