શાહીન બાગ ફાયરિંગ: આરોપી નીકળ્યો AAPનો સભ્ય, BJPએ કહ્યું- કેજરીવાલના આતંકી સાથેના સંબંધનો થયો પર્દાફાશ
શાહીન બાગમાં ફાયરિંગ કરનારા વ્યક્તિની આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તસવીર સામે આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું, દેશ અને દિલ્હીના લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો. રાજકીય લાલચમાં કેજરીવાલ અને તેના લોકોએ દેશની સુરક્ષા પણ વેચી નાંખી.
શાહીન બાગમાં ફાયરિંગ કરનારા વ્યક્તિની આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તસવીર સામે આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું, દેશ અને દિલ્હીના લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો. રાજકીય લાલચમાં કેજરીવાલ અને તેના લોકોએ દેશની સુરક્ષા પણ વેચી નાંખી. પહેલા કેજરીવાલ સેનાનું અપમાન અને આતંકીઓની વકીલાત કરતા હતા. પરંતુ આજે તો તેમનો આતંકી ગતિવિધિને અંજામ આપતા લોકો સાથેનો સંબંધ સામે આવી ગયો છે.Sources: The Crime Branch has found certain pictures on the mobile phone of Kapil Gujjar, who opened fire in Shaheen Bagh area on February 1. In these pictures, Kapil can be seen with AAP leaders such as Atishi and Sanjay Singh. pic.twitter.com/BKXifhTE7K
— ANI (@ANI) February 4, 2020
ક્રાઈમ બ્રાન્ચે કપિલના ફોનની તપાસ કરતા AAP પાર્ટી સાથેનું કનેક્શન સામે આવ્યું છે. તસવીરમાં આમ આદમી પાર્ટી નેતા આતિશી અને સાંસદ સંજય સિંહ સાથે નજર આવી રહ્યાં છે. એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચને કેટલીક એવી પણ તસવીરો મળી છે જેમાં કપિલના પિતા મનીષ સિસોદિયા સાથે નજર આવી રહ્યો છે. પોલીસના સૂત્રો અનુસાર આ ફોટો લગભગ એક વર્ષ પહેલાનો છે, જ્યારે કપિલ અને તેના પિતા ગજેસિંહ આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ષડયંત્ર છે. પાર્ટી સાંસદ સંજય સિંહે કહ્યું, “અમિત શાહ હાલમાં દેશના ગૃહમંત્રી છે, હવે ચૂંટણી પહેલા તસવીરો અને કાવતરા જોવા મળશે. ચૂંટણીમાં 3-4 દિવસ બાકી છે, બીજેપી એટલી ગંદી રાજનીતિ કરશે, જેટલી તે કરી શકે છે. કોઈની સાથે એક તસવીર હોવાનું શું મતલબ છે ?.”देश और दिल्ली की जनता ने आज “आम आदमी पार्टी” का गंदा चेहरा देखा। राजनीतिक लालसा के लिए केजरीवाल और उनके लोगो ने देश की सुरक्षा तक को बेच तक दिया। पहले केजरीवाल सेना का अपमान करते थे और आतंकवादियों की वकालत लेकिन आज तो उनके आतंकी गतिविधियों को अंजाम देने वालो से सम्बंध सामने आ गए।
— Jagat Prakash Nadda (@JPNadda) February 4, 2020
चुनाव के पहले भाजपा गंदी राजनीति कर रही है। सारा देश देख रहा है। भाजपा के पास इसके अलावा कुछ नहीं बचा। अभी चुनाव में 48 घंटे हैं। अभी तो देखना भाजपा वाले और कितने विडीओ और फ़ोटो लाते हैं। जो शख़्स पकड़ा गया, उसको कड़ी से कड़ी सज़ा मिले, ना की उस पर राजनीति हो
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 4, 2020