શોધખોળ કરો
Advertisement
NCP અધ્યક્ષ શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક લોકોને લાગે છે રામ મંદિર બનવાથી કોરોના ખતમ થઈ જશે
આગામી મહિને 5 તારીખે રામ મંદિરનું ભૂમિ પૂજન થશે. પીએમ મોદી આ ભૂમિ પૂજનમાં સામેલ થશે.
નવી દિલ્હી: આજે રામ મંદિર નિર્માણની તારીખ સામે આવી છે. ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે કયુ કામ કેટલુ મહત્વપૂર્ણ છે? તેમણે કહ્યું કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર બનવાથી કોરોના ખતમ થઈ જશે. તેમણે સૂચન આપતા કહ્યું સરકારે લોકડાઉનના કારણે થયેલા નુકશાન પર ચિંતા વ્યક્ત કરવી જોઈએ.
શરદ પવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં કોરોનાની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા ગયા હતા. આ દરમિયાન તેમણે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું. પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારોએ તેમને રામ મંદિરને લઈને પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે આપણા માટે મહત્વપૂર્ણ શું છે. કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે પરંતુ આ દરમિયાન કેટલાક લોકો વિચારે છે કે મંદિર બની જવાથી કોરોના દેશની બહાર જતો રહેશે.
ઉલ્લેખનીય છે કે આગામી મહિને 5 તારીખે રામ મંદિરનું ભૂમિ પૂજન થશે. પીએમ મોદી આ ભૂમિ પૂજનમાં સામેલ થશે. કોરોના સંક્રમણના કારણે ખૂબ ઓછા લોકો તેમાં સામેલ થશે. ભૂમિ પૂજનનો કાર્યક્રમ આશરે ત્રણ કલાક સુધી ચાલશે. રામ મંદિર 161 ફૂટ ઉંચુ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement