શોધખોળ કરો
Advertisement
શરદ પવારે PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યુ- દિલ્હીમાં જીતી ન શક્યા તો હિંસા કરાવી
તેમણે કહ્યું કે, કેન્દ્રમાં સતાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી શકી નથી એટલા માટે તેણે દિલ્હીમાં હિંસા કરાવી છે.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે ભાજપ પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં સતાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી શકી નથી એટલા માટે તેણે દિલ્હીમાં હિંસા કરાવી છે.
શરદ પવારે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સળગી રહ્યું હતુ. દિલ્હી એ જગ્યા છે જ્યાં લોકો અલગ અલગ હિસ્સામાંથી આવે છે. આપણા દેશમાં સત્તામાં રહેનારી પાર્ટીને દિલ્હી ચૂંટણી જીતવાનો કોઇ તક નથી મળી. ચૂંટણી દરમિયાન અનેક ભાષણો સાંભળ્યા. વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો
પવારે કહ્યું કે, હું એ સમયે સ્તબ્ધ રહી ગયો જ્યારે વડાપ્રધાન પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતું કે, વ્યક્તિની ઓળખ તેના કપડાથી કરવામાં આવી શકે છે. વડાપ્રધાન આખા દેશ અને તમામ ધર્મોના હોય છે. એવામાં ભાષણ આપનારા નેતા ખૂબ ચિંતિત છે. તમે અન્ય નેતાઓના ભાષણો સાંભળી શકો છો.
દિલ્હી હિંસાને લઇને શરદ પવારે કહ્યું કે, સ્કૂલો પર હુમલો કર્યો છે. શિક્ષણ સંસ્થાઓ પર હુમલો કર્યો છે. આ બધુ સત્તામાં બેસેલા લોકોના કારણે થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે દિલ્હીમાં આવ્યા હતા તો દિલ્હીના એક હિસ્સામાં હિંસા થઇ રહી હતી. લોકસભા ચૂંટણીમાં નિર્ણય લેનારા લોકો હવે પુરી રીતે તેના વિરુદ્ધમાં છે. પવારે કહ્યું કે, દિલ્હીમાં લોકો બિહાર, બંગાળ, દક્ષિણ ભારતમાંથી આવે છે. હું ભાજપને દૂર રાખવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનું છું. કેન્દ્ર સરકાર સારી સ્થિતિમાં નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement