શોધખોળ કરો
Advertisement
શિમલામાં ગુરુવાર રહ્યો સિઝનનો સૌથી ઠંડો દિવસ, 12 વર્ષનો રેકોર્ડ તુટ્યો
શિમલામાં બરફવર્ષાથી હજુ પણ રસ્તાંઓ પર બરફ જામેલો છે, સવારથી જ દુધ, છાપાઓ સહિતની વસ્તુઓ નથી પહોંચી શકી
શિમલાઃ શિમલામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે બરફવર્ષા થઇ રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન અટવાઇ ગયુ છે. ગુરુવાર શિમલામાં સિઝનનો સૌથી દિવસ રહ્યો. ગુરુવારે શિમલાનુ તાપમાન 3.7 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. 2008માં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. ભારે બરફવર્ષા અને ઠંડીના કારણે ગટરના પાણી જામી ગયા હતા, અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ ઘટી હતી.
હવામાન વિભાગ કેન્દ્ર શિમલા દ્વારા જણાવાયુ હતુ કે, તેમને છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડતી ઠંડી પડી છે. શિમલામાં 12 વર્ષ બાદ સૌથી ઠંડો દિવસ રહ્યો છે. આ પહેલા 2008માં માઇનસ 4.4 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ.
1945માં શિમલામાં તાપમાન માઇનસ 10 ડિગ્રી રહ્યુ હતુ, શિમલાના ખડાપથ્થર, નારકન્ડા વગેરેમાં 4 થી 5 ફૂટ સુધી બરફવર્ષા થઇ હતી.
શિમલામાં બરફવર્ષાથી હજુ પણ રસ્તાંઓ પર બરફ જામેલો છે, સવારથી જ દુધ, છાપાઓ સહિતની વસ્તુઓ નથી પહોંચી શકી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion