શોધખોળ કરો
રાજ્યપાલના કોટામાંથી વિધાન પરિષદ જશે એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર, આ પાર્ટીએ કર્યો નિર્ણય
અભિનેત્રી ઉર્મિલા માતોંડકર રાજ્યપાલના કોટમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદ જશે.

મુંબઈ: અભિનેત્રી ઉર્મિલા માતોંડકર રાજ્યપાલના કોટમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદ જશે. શિવસેનાએ માતોંડકરના નામની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉર્મિલા માતોંડકર મુંબઈ નોર્થથી લોકસભા ચૂંટણી લડી ચૂકી છે. આ ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ગુરૂવારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યપાલના કોટામાંથી વિધાન પરિષદમાં પસંદગી માટે 12 ઉમેદવારોના નામની મંજૂરી આપી હતી. સૂત્રોએ કહ્યું કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ઉમેદવારોના નામને મંત્રીમંડળની મંજૂરી મળી છે. ઉમેદવારોના નામને રાજ્યપાલના કોટમાંથી વિધાન પરિષદ ચૂંટવા રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલ કોટમાંથી ચૂંટવામાં આવેલા 12 વિધાન પરિષદનો કાર્યકાળ આ વર્ષે જૂનમાં ખત્મ થયો હતો. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં સદસ્યોની કુલ સંખ્યા 78 છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















