શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગેંગસ્ટર વિકાસ દુબેનું પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા જવા પર સવાલ કેમ ? : સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું, “વિકાસ દુબેએ આઠ પોલીસકર્મીની હત્યા કરી હતી. વર્દી પર હુમલો કરવાનો મતલબ એ છે કે, કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. રાજ્ય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવું આવશ્યક છે.
મુંબઈ: કૃખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરને લઈને વિપક્ષી દળો અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે શુક્રવારે કહ્યું કે, વિકાસ દુબેનું એન્કાઉન્ટરમાં માર્યા જવા પર આંસુ પાડવાની જરૂર નથી. સાથે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પોલીસની કાર્યવાહી પર સવાલ શા માટે ઉઠાવવામાં આવી રહ્યાં છે ? .
કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જેનથી આજે સવારે જ કાનપુર લઈને આવી રહી હતી. કાનપુર આવતાં પોલીસની ગાડી રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. વિકાસ દુબેએ પોલીસના એક જવાનના હથિયાર છિનવીને ભાગવાની કોશિશ કરી હતી.
સંજય રાઉતે કહ્યું, “વિકાસ દુબેએ આઠ પોલીસકર્મીની હત્યા કરી હતી. વર્દી પર હુમલો કરવાનો મતલબ એ છે કે, કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. રાજ્ય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવું આવશ્યક છે, પછી તે મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ.” એક અથડામણમાં દુબેના માર્યા જવા પર આંસુ પાડવાની જરૂર નથી, પોલીસ કાર્યવાહી પર સવાલ કેમ ઉઠાવવામાં આવી રહ્યાં છે ? .
વિપક્ષી દળોએ એન્કાઉન્ટરને લઈને સાધ્યું નિશાન
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મોડી સાંજે તેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી દીધો હતો. જો કે, વિપક્ષી દળોએ એન્કાઉન્ટરને લઈને ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર પર નિશા સાધ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પોલીસ એન્કાઉન્ટરની સાથે આ હુમલાની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરી છે, જેમાં આઠ પોલીસકર્મીની હત્યા થઈ હતી. કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરી કે, “ અપરાધીનો અંત થઈ ગયો, અપરાધ અને તેને સંરક્ષણ આપનાર લોકોનું શું ? ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion