શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળના રાજકીય દંગલમાં ઉતરી શિવસેના, સંજય રાઉતની જાહેરાત- પાર્ટી લડશે વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે બંગાળમાં કૉંગ્રેસ અને લેફ્ટનું ગઠબંધન છે. ટીએમસીએ વામ મોર્ચા અને કૉંગ્રેસને ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથે આપવાની અપીલ કરી હતી.
બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હવે શિવસેના પણ તૈયારીઓ કરી રહી છે. મમતાના ગઢમાં આ વખતે શિવસેના પણ ઉતરશે. રવિવારે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે,'અમે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. અમે વહેલી તકે કોલકાતા પહોંચી રહ્યાં છીએ.'
મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી ગઠબંધનની મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે શું શિવસેના અહીં પણ કૉંગ્રેસ સાથે હાલ મિલાવશે કે નહી.
ઉલ્લેખનીય છે કે બંગાળમાં કૉંગ્રેસ અને લેફ્ટનું ગઠબંધન છે. ટીએમસીએ વામ મોર્ચા અને કૉંગ્રેસને ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથે આપવાની અપીલ કરી હતી પરંતુ બંને પક્ષોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. બીજી તરફ ભાજપ જોર-શોરથી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement