Sidhu Moose Wala Murder Case: સિદ્ધુ મુસેલવાની અંતિમ શ્રદ્ધાંજલિ સભા ક્યારે યોજાશે ? જાણો યુવાનોને શું કરવામાં આવી અપીલ
Moose Wala Murder Case આ શ્રદ્ધાંજલિ સભાને લઈને પરિવારના એક નજીકના સભ્યએ વીડિયો શેર કરીને અપીલ કરી છે કે આ દિવસે તમામ યુવાનોએ પાઘડી પહેરીને સભામાં હાજરી આપે.
Moose wala Murder Case: પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની છેલ્લી શ્રદ્ધાંજલિ સભા 8મી જૂને માનસાના બહારલી અનાજ મંડીમાં યોજાશે. આ શ્રદ્ધાંજલિ સભાને લઈને પરિવારના એક નજીકના સભ્યએ વીડિયો શેર કરીને અપીલ કરી છે કે આ દિવસે તમામ યુવાનોએ પાઘડી પહેરીને સભામાં હાજરી આપે. તે ગાયકને સાચી શ્રદ્ધાંજલિ હશે જેમને તેના વારસા પર ગર્વ હતો. સિદ્ધુ મુસેવાલા પાઘડી પહેરતા હતા અને તેઓ તેમના ગીતોમાં પણ પાઘડી પહેરતા હતા.
મુસેવાલા મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એ શખ્સની ધરપકડ કરી લીધી છે જેણે સિદ્ધુ મુસેવાલા સાથે સેલ્ફી લીધી હતી અને પછી શૂટર્સને જાણકારી આપી હતી. આ સાથે જ પોલીસે એ શખ્સની પણ ધરપકડ કરી છે જેની પાસે રહીને રેકી કરવામાં આવી હતી.
29 મે એટલે કે મૂસેવાલાની હત્યાના દિવસે સિદ્ધુ મુસેવાલા પોતાની થાર ગાડી લઈને નિકળી રહ્યો હતો, ત્યારે કેટલાક યુવાનો ત્યાં પહોંચીને સિદ્ધુ સાથે સેલ્ફીઓ પડાવે છે. આ યુવાનોમાંથી એક યુવકે શૂટર્સને આ જાણકારી આપી હતી કે, મુસેવાલા બુલેટપ્રુફ ગાડી વગર પોતાની થાર ગાડીમાં નિકળ્યો છે અને તેની સાથે સુરક્ષાકર્મીઓ પણ નથી. કહેવાઈ રહ્યું છે કે, ત્યાં પહોંચીને આ લોકોએ ચા પણ પીધી અને 45 મિનીટ સુધી કેકડા મૂસેવાલાના ઘરની બહાર ઉભો રહ્યો હતો.
પેન્ટરનું કામ કરે છે કેકડાઃ
પંજાબ પોલીસે મૂસેવાલા મર્ડર કેસમાં જે ધરપકડ કરી છે તેનું નામ કેકડા છે અને તે પંજાબના બઠિંડાનો છે. કેકડા પેન્ટરનું કામ કરે છે. પોલીસ જ્યારે કેકડાના ઘરે પહોંચી તો તેની માંએ જણાવ્યું કે તેનું નામ જગરુપ છે અને તે નશો કરે છે. તેને 4 વર્ષ પહેલાં જ ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ પહેલાં પણ કેકડા ઝઘડાઓ, લૂંટ અને ચોરી જેવા ગુનાઓ કરી ચુક્યો છે.
કાલાની ગઈકાલે ધરપકડ કરાઈ હતીઃ
મૂસેવાલા મર્ડર કેસમાં રેકી કરવા માટે ગેંગસ્ટર પ્રિયવત ફૌજી અને કેકડા બે દિવસ માટે ફતેહાબાદમાં (Fatehabad) કાલા પાસે રોકાયા હતા. કાલાને પંજાબ પોલીસે ગઈકાલે રાત્રે ઝડપી પાડ્યો હતો. આ સિવાય પોલીસે તરનતારનમાં જગરુપ સિંહ રુપા નામના શખ્સના ઘરે રેડ કરી હતી.