શોધખોળ કરો
આ રાજ્ય સરકારે લીધો મોટો ફેંસલો, કોરોના સંક્રમિત સુરક્ષાકર્મીને નહીં આપે રાજ્યમાં પ્રવેશ
ચીન સરહદ નજીક આવેલા રાજ્યમાં 36થી વધારે સુરક્ષાકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

ગંગટોકઃ સિક્કિમ સરકારે કોરના વાયરસથી સંક્રમિત સુરક્ષાકર્મીઓને રાજ્યમાં પ્રવેશ નહીં આપવાનો ફેંસલો કર્યો છે. રાજ્યના એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, શનિવારથી રંગપો સીમા ચોકી પર સુરક્ષાકર્મીઓની રેપિડ એન્ટીજન તપાસ કરવામાં આવશે. પીટીઆઈના અહેવાલ પ્રમાણે, સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ કમ સેક્રેટરી ડો. પેમ્બા ટી ભૂટિયાના કહેવા મુજબ, રેપિડ એન્ટીજન ટેસ્ટ દરમિયાન જે કોરોના વાયરસ સંક્રમિત મળી આવશે તેમને સિક્કિમમાં પ્રવેશ નહીં આપવામાં આવે. તેઓ જ્યાંથી આવતા હશે ત્યાં તેમને કોરેન્ટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. ચીન સરહદ નજીક આવેલા રાજ્યમાં 36થી વધારે સુરક્ષાકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. ચેક પોસ્ટ પરથી રાજ્યમાં પ્રવેશ કરનારા તમામ સુરક્ષાકર્મીઓ સહિત દેરકની થર્મલ તપાસ કરવામાં આવી રહી છે. ભૂટિયાના કહેવા મુજબ, તાત્કાલિક પરિણામ આપતી રેપિડ એન્ટીજન તપાસ પ્રથમ 15 દિવસ માટે નિઃશુલ્ક હશે. સ્વાથ્ય મંત્રાલય મુજબ, સિક્કિમમાં કોરોનાના 134 કેસ નોંધાયા છે. જેમાંથી 80 સાજા થઈ ગયા છે અને 54 એક્ટિવ કેસ છે. એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
વધુ વાંચો





















