શોધખોળ કરો
Advertisement
Jharkhand Election Results: હેમંત સોરેનનું CM બનવું લગભગ નક્કી, ભાજપને લાગશે ઝાટકો
મહાબઠબંધન સરળતાથી બહુમત માટે જરૂરી 41નો આંકડો પાર કરી જશે.
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના વલણ સામે આવી રહ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, રાજ્યમાં ભાજપની સરકાર જઈ રહી છે. વલણમાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન 42 સીટ પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપ 28 સીટ પર આગળ ચાલી રહી છે. જેવીએમ 4 અને આજસૂ 3 સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે અન્યના ખાતામાં ચાર સીટ જતી જોવા મળી રહી છે. ઝારખંડ વિધાનસભામાં કુવલ 81 સીટ છે.
વલણથી સ્પષ્ટ છે કે, મહાબઠબંધન સરળતાથી બહુમત માટે જરૂરી 41નો આંકડો પાર કરી જશે. જોકે સરકારની તસવીર સ્પષ્ટ થવામાં હજુ પણ પેચ છે. 11 કલાક સુધીના વલણ અનુસાર 17 સીટ એવી છે જ્યાં પહેલા અને બીજા નંબરના ઉમેદવારની વચ્ચે 1 હજારથી ઓછા મતનો તફાવત છે. 6 સીટ એવી છે જ્યાં ભાજપના ઉમેદવાર એક હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે, જ્યારે સાત સીટ પર મહાગઠબંધનના ઉમેદવાર એક હજાર કરતાં ઓછા મતથી આગળ ચાલી રહ્યા છે. બીએસપીના બે ઉમેદવાર એક હજારથી ઓછા મતથી આગળ ચાલી રહ્યા છે. એવામાં પરિણામ આવતા આવતા ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બનતી જોવા મળી શકે છે.
જો મહાગઠબંધ 35થી વધારે સીટ જીતવામાં સફળ રહે તો તેની સરકાર બનાવવાની શક્યતા વધારે છે. આ સ્થિતિમાં જેવીએમ અને આજસૂ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. જેવીએમે લોકસભા ચૂંટણી મહાગઠબંધન સાથે મળીને લડી હતી. ઉપરાંત બાબૂલાલ મંરાડી 2014નું દર્દ પણ ભૂલ્યા નહીં હોય જ્યારે તેના 8માંથી 6 ધારાસભ્યોને ભાજપે તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. જ્યારે લેફ્ટનો એક ઉમેદવાર અને બીએસપીની પણ મહાગઠબંધન સાથે જવાની શક્યતા વધારે છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ બીએસપીએ કોંગ્રેસની સાથે જવાનો નિર્ણય કર્યો હતો.
વલણમાં ભાજપ હાલમાં 28 સીટો પર આઘલ ચાવી હી છે. સરકાર બનાવવા માટે ભાજપે 30થી વધારે સીટ કોઈપણ કિંમતે મેળવવી પડશે. એટલું જ નહીં ભાજપે જેવીએમ અને આજસૂ બન્નેને મહાગઠબંધન સાથે જતા રોકવા પડશે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આજસૂમાં સીટને લઇને વાત બની ન હતી જેના કારણે ગઠબંધન તૂટ્યું હતું. એવામાં આજસૂ ફરીથી ભાજપ સાથે જાય તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion