શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તરપ્રદેશ: CM યોગી આજે સોનભદ્ર હત્યાકાંડના પીડિત પરિવારોની મુલાકાત લેશે
આ પહેલા શનિવારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર હત્યાકાંડના પરિવારને મળ્યા હતા. અને પાર્ટીએ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિદ મદદ કરવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સોનભદ્ર હત્યાકાંડના પીડિ પરિવારોને મળવા માટે જશે. સોનભદ્રના જિલ્લા હોસ્પિટલમાં સૌ પ્રથમ તે પીડિત પરિવારોને મળશે. ત્યારપ બાદ પ્રેસ કોન્ફરન્સ કરશે. નોઁધનીય છે કે જમીન વિવાદમાં સોનભદ્રમાં 10 આદિવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ મુદ્દા પર રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા માટે સોનભદ્ર જઇ રહ્યા હતા ત્યારે તેમને મિર્ઝાપુરમાં રોકી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા પીડિત પરિવારોને મળવા પર અડ્યા હતા. જોકે, બાદમાં પ્રિયંકા ગાંધીએ શનિવાર સોનભદ્ર નરસંહારના પીડિત પરિવારજનોને મળ્યા હતા. વહીવટીતંત્રે ફક્ત બે લોકોને પ્રિયંકાને મળવા માટેની મંજૂરી આપી હતી.
સોનભદ્ર નરસંહારથી પીડિત પરિવારજનો પ્રિયંકા ગાંધીને મળવા માટે ચુનાર ગેસ્ટ હાઉસ પહોંચ્યા તો પ્રિયંકા ગાંધી ભાવુક થઇ ગયા હતા. પીડિત પરિવારની મહિલાઓએ પોતાનું દર્દ વ્યક્ત કર્યુ હતું. હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોનભદ્ર હત્યાકાંડના પરિવારજનોને મળવા જશે. આ અગાઉ યોગીએ કહ્યુ હતું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દોષિતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
સોનભદ્ર હત્યાકાંડ: પીડિત પરિવારને મળ્યાં પ્રિયંકા ગાંધી, મૃતકોના પરિવારને 10 લાખની સહાય કરશે કૉંગ્રેસ
યોગી આદિત્યનાથે આ ઘટનાને લઇને કોગ્રેસને જવાબદાર ઠેરવતા કહ્યું કે, આ ઘટનાના પાયા 1955માં નખાયા હતા. જ્યારે કોગ્રેસની સરકાર હતી. સોનભદ્ર વિવાદને લઇને 1955 અને 1989ની કોગ્રેસ સરકાર દોષિત છે. આ આખા પ્રકરણમાં ગ્રામ પંચાયતની જમીનને 1955માં આદર્શ સોસાયટીના નામ પર દાખલ કરવામાં આવ્યા હતા. આ જમીન પર વનવાસી સમુદાયના લોકો ખેતી કરતા હતા. બાદમાં આ જમીનને કોઇ વ્યક્તિના નામ પર 1989માં કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion