શોધખોળ કરો
JNU હિંસાની સોનિયા ગાંધીએ કરી નિંદા, મોદી સરકાર પર લગાવ્યા આ આરોપ
રવિવારે જેએનયુના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો
![JNU હિંસાની સોનિયા ગાંધીએ કરી નિંદા, મોદી સરકાર પર લગાવ્યા આ આરોપ Sonia Gandhi demands judicial enquiry into JNU Violence JNU હિંસાની સોનિયા ગાંધીએ કરી નિંદા, મોદી સરકાર પર લગાવ્યા આ આરોપ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/06162357/Capture.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃકોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં થયેલી હિંસાની નિંદા કરી હતી. જેએનયુ હિંસા પર તેમણે કહ્યું કે, ભારતના વિદ્યાર્થીઓ અને યુવાઓનો અવાજ દબાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રવિવારે જેએનયુના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાને સરકાર દ્ધારા લોકોની અસહમતિને દબાવવા માટે યાદ કરવામાં આવશે.
સાથે સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકારના સંરક્ષણમાં દેશના યુવાઓનો અવાજ દબાવીને ગુંડો દ્ધારા હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ખૂબ નિરાશાજનક અને અસ્વીકાર્ય છે. આ અગાઉ જેએનયુના કુલપતિ એમ જગદીશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ રાખવાની અપીલ કરી છે. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ દ્ધારા એકેડમિ સુવિધાઓ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. વિદ્યાર્થીઓએ કોઇ પણ પ્રકારની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. યુનિવર્સિટીની પ્રથમ પ્રાથમિકતા અમારા વિદ્યાર્થીઓની એકેડમિક હિતોની રક્ષા કરવાની છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જેએનયુ હિંસા પર કહ્યું કે, આ મામલાની તપાસ શરૂ થઇ ગઇ છે. હાલમાં તેના પર બોલવું યોગ્ય નથી. હું એટલું જરૂર કહીશ કે યુનિવર્સિટીએ રાજનીતિનો અડ્ડો બનવો જોઇએ નહીં.Congress interim President Sonia Gandhi: Yesterday’s bone chilling attack on students and teachers in JNU, Delhi is a grim reminder of the extent the Govt will go to stifle and subjugate every voice of dissent. https://t.co/yXGIN4qmUy
— ANI (@ANI) January 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)