શોધખોળ કરો

Election 2024: ' બંધારણ બદલવાનું ષડયંત્ર થઈ રહ્યું છે', જયપુરથી સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ શનિવારે (6 એપ્રિલ 2024) કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Sonia Gandhi Attack BJP: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ શનિવારે (6 એપ્રિલ 2024) કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એવી સરકારના હાથમાં છે જેણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી. આ દેશ આપણા સૌનો છે.

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે ભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમમાં તમારી વચ્ચે હોવાનો મને ખૂબ જ ગર્વ છે. મિત્રો એક સમયે આપણા મહાન પૂર્વજોએ સખત સંઘર્ષના આધારે આપણને આઝાદી અપાવી હતી. આટલા વર્ષો પછી ચારેબાજુ અન્યાયનો અંધકાર છે. આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે આપણે આની સામે લડીશું અને ન્યાયની રોશની શોધીશું.

'મોદીજી લોકતંત્રની મર્યાદાનું ચીરહરણ કરી રહ્યા છે'

ભાઈઓ અને બહેનો દેશથી ઉપર જવાની વાત સ્વપ્નમાં પણ ન જોઈ શકાય. દેશ કરતા કોઈ મોટુ હોઈ શકે ? જે આવું વિચારે છે, દેશની જનતા, મારા વહાલા બહેનો, યુવાનો, ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરો તેને પાઠ ભણાવો. કમનસીબે આજે આપણા દેશમાં આવા નેતાઓ સત્તા પર છે. પોતાને મહાન ગણતા મોદીજી દેશ અને લોકશાહીની મર્યાદાનું ચીરહરણ કરી રહ્યા છે.  વિપક્ષી નેતાઓને ડરાવવા અને ભાજપમાં જોડાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે આપણા દેશની લોકશાહી ખતરામાં છે. પરિશ્રમથી બનેલી લોકતાંત્રિક સંસ્થાઓ રાજકીય સત્તા દ્વારા નષ્ટ થઈ રહી છે. આપણા બંધારણને બદલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ બધી સરમુખત્યારશાહી છે અને આપણે બધા આ સરમુખત્યારશાહીનો જવાબ આપીશું.

'મધ્યમ વર્ગ અને ખેડૂતોના બાળકો બેરોજગાર છે'

આજે રોજની કમાણીમાંથી ખાદ્યપદાર્થો મેળવવો પણ મુશ્કેલ છે. મહેનતુ કામદારોની મહેનતનું મૂલ્ય ઘટી રહ્યું છે. રસોઈની મોંઘવારી મારી બહેનોની વારંવાર કસોટી કરી રહી છે. ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારોના છોકરા-છોકરીઓ બેરોજગાર છે. ગરીબ વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે, શક્તિ, સફળતા અને પ્રકાશ તેના સુધી પહોંચી શકતા નથી. મિત્રો, આજે દેશ તમારી જાગૃતિની રાહ જોઈ રહ્યો છે. આથી કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોને પાંચ ભાગમાં વહેંચી દીધો છે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસના સાથીદારો સખત મહેનત કરશે અને તેના દરેક સંકલ્પો અને ગેરંટી દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
Embed widget