શોધખોળ કરો

South Mumbai Building Collapse : માળની ઇમારત ધરાશાયી, 34 લોકોનું કરાયું રેસ્ક્યૂ

આજે સવારે 7.30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 34 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જોકે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

મુંબઈઃ દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી થતા અફરા-તફરી મચી ગઈ હતી. આજે સવારે 7.30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 34 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જોકે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ફોર્ટ વિસ્તારમાં આવેલી આશાપુરા નામની પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. સવારે બનેલી ઘટનાને પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાના દોડી આવ્યા હતા અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ કાટમાળમાં ફસાયેલા 34 લોકોને બહાર કાઢ્યા હતા. 

આ દુર્ઘટના પછી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે. દુર્ઘટનામાં જે લોકોનું રેસ્ક્યુ કરાયું તેમાં 31 પુરુષો, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. જોકે, કોરોનાને કારણે કામ બંધ થઈ ગયું હતું. બધા ફ્લોર પર વાંસ લગાવાયેલા હતા. ત્યારે અચાનક જ વાંસ પાસે જ સ્લેબ ધરાશાયી થયો હતો. 

ગુજરાતના આ વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી, ગઈકાલે રાજ્યના 14 તુલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સવારના છથી સાંજે છ વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પંચમહાલા હાલોલમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ત્રણ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સિવાય અન્ય જ્યાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો.તેમાં વાલિયા, વાસો, ચિખલી, ખંભાત, ખેરગામ, વાંસદા, કપડવંજ, ગણદેવી, ફતેપુરાનો સમાવેશ થાય છે.રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગાીમ પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. અને માત્ર સામાન્ય વરસાદ વરસી શકે છે.

આ સિવાય અન્યત્ર જ્યાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં વાલિયા, વાસો, ચિખલી, ખંભાત, ખેરગામ, વાંસદા, કપડવંજ, ગણદેવી, ફતેપુરાનો સમાવેશ થાય છે. રાજ્યમાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય તેવા કુલ 24 તાલુકા છે.

દરમિયાન અમદાવાદમાં ગઈકાલે ૩૩.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યા નથી અને માત્ર અને માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૫ જુલાઇ બાદ જ અમદાવાદમાં વરસાદનું પ્રભુત્વ વધી શકે છે. ગઈકાલે વડોદરામાં ૩૩.૪, ભાવનગરમાં ૩૩.૯, રાજકોટમાં ૩૪.૯ અને સુરતમાં ૩૦.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget