શ્રીનગરમાં મોટી દૂર્ઘટના, ઝેલમ નદીમાં નાવડી ડુબી, 10 વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોના ડુબવાની આશંકા, 4ના મોત
શ્રીનગરમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં ઝેલમ નદીમાં બૉટ ડૂબી ગઈ છે. આ અકસ્માતમાં 10 શાળાના બાળકો સહિત અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે
Srinagar Boat Capsized: જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દૂર્ઘટના સમાચાર સામે આવ્યા છે. શ્રીનગરના બટવારના ઝેલમ નદીમાં મુસાફરો અને શાળાના બાળકોથી ભરેલી બૉટ -નાવડી ડૂબી ગઈ છે. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો ગુમ છે. આ નાવડીમાં 10થી વધુ લોકો સવાર હતા. આ સિવાય અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે.
શ્રીનગરમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં ઝેલમ નદીમાં બૉટ ડૂબી ગઈ છે. આ અકસ્માતમાં 10 શાળાના બાળકો સહિત અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ લોકોએ અકસ્માતનો વિરોધ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, શ્રીનગરના ગંડબલ નૌગામ વિસ્તારમાં એક બોટ પલટી ગઈ છે. ઘણા લોકો લાપતા છે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બોટમાં મોટાભાગના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. સત્તાવાર નંબરોની રાહ જોવાઈ રહી છે.
શ્રીનગર વહીવટીતંત્રે બટવારા નજીક ગાંડાબલ ખાતે બચાવ કામગીરી શરૂ કરી છે, જ્યાં આજે સવારે જેલમ નદીમાં એક હોડી પલટી ગઈ હતી. શ્રીનગરના ડીસી ડો. બિલાલ મોહી-ઉદ્દીન ભટની સૂચના પર, માનવ જીવનની સુરક્ષા માટે બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.