શોધખોળ કરો
Advertisement
રાજ્યો માંગી રહ્યાં છે GST વળતર, કેન્દ્ર સરકારે કહ્યું- અમારી પાસે પૈસા નથી
જીએસટી કાઉન્સિલની બેઠ બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2020-21માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ રહી, તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટનું કારણ જીએસટીનો અમલ છે.
નવી દિલ્હી: જીએસટીને લઈને રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. રાજ્યના જીએસટી વળતરના સવાલ પર ગુરુવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યોની નાણાકીય સ્થિતિ ખરાબ છે અને તેમણે કહ્યું કે, તેમને કલેક્શનમાં આવેલા ઘટાડાની ભરપાઈ કેન્દ્ર સરકાર કરે. પરંતુ કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની પાસે વળતર આપવા માટે પૈસા નથી. સરકાર રાજ્યોના નુકસાનીની ભરપાઈ કરી શકતી નથી.
રાજ્યોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ એ છે કે, કેન્દ્ર માર્કેટમાંથી દેવુ કરીને રાજ્યને પૈસા ચૂકવે, બીજો વિકલ્પ એ છે કે, રાજ્ય આરબીઆઈ પાસે ઉધાર લે. રાજ્યોનું કહેવું છે કે, ઉધાર લઈ શકીએ છે, પરંતુ તેની ગેરંટી કેન્દ્ર સરકારે આપવી પડશે. હવે સવાલ એ છે કે, શું રાજ્યને આરબીઆઈસ ડાયરેક્ટ ઉધાર આપશે છે કે નહીં. બીજુ એ કે તેની પ્રક્રિયા શું હશે ? આરબીઆઈની શું શરતો હશે ?
કોરોના મહામારીના કારણે રાજ્યોની આર્થિક સ્થિતિ ખૂબજ ખરાબ થઈ ગઈ છે. આર્થિક ગતિવિધિઓ ઠપ થવાથી જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો આવ્યો છે અને તેની ભરપાઈ માટે તેમણે 3.1થી લઈને 3.6 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. હવે તેમની પાસે વધારાનું કર્જ લેવા અને સેસની અવધિને વધારવા સિવાય સીમિત વિકલ્પજ બચ્યા છે.
ગઈકાલ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2020-21માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ રહી, તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટનું કારણ જીએસટીનો અમલ છે. બાકીની ઘટનું કારણ કોરોના વાયરસ મહામારી છે. રેવ્યૂ સચિવે પણ જાણકારી આપી છે કે કોવિડ-19 મહામારીને કારણે જીએસટી કલેક્શનમાં મોટી અસર પડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement