શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે પોક્સોના કેસમાં દુરુપયોગને લઈ ઊંડી ચિંતા વ્યક્ત કરી, કહ્યું- જાગૃતતાની ખાસ જરુર

કોર્ટે કહ્યું, "અમે જોઈ રહ્યા છીએ કે POCSO કાયદાનો ઉપયોગ ઘણીવાર વિવાદો અથવા કિશોરો વચ્ચેના  સંબંધોમાં ખોટી રીતે થઈ રહ્યો છે.

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે કહ્યું કે  જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા (POCSO Act)નો દુરુપયોગ વધી રહ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે આ કાયદાનો ઉપયોગ ઘણીવાર પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા કિશોર-કિશોરી વચ્ચેના સહમતિથી થયેલા સંબંધોમાં કરવામાં આવી રહ્યો છે, જે કાયદાની સાચી ભાવનાની વિરુદ્ધ છે. ન્યાયાધીશ બીવી નાગરત્ના અને આર મહાદેવનની બેન્ચ જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે લોકોને દુષ્કર્મ અને પોક્સો કાયદા  વિશે જાગૃત કરવામાં આવે, જેથી દેશમાં મહિલાઓ અને છોકરીઓ માટે માહોલ વધુ સુરક્ષિત બને. 

POCSO કાયદાના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી

આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, "અમે જોઈ રહ્યા છીએ કે POCSO કાયદાનો ઉપયોગ ઘણીવાર વિવાદો અથવા કિશોરો વચ્ચેના  સંબંધોમાં ખોટી રીતે થઈ રહ્યો છે. તેથી જરુરી છે કે છોકરાઓમાં અને પુરુષોમાં આ કાયદા પ્રત્યે જાગૃતિ અને સમજ વધારવી મહત્વપૂર્ણ છે."

સુનાવણી 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી

સુપ્રીમ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, કારણ કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી આ મુદ્દા પર પોતાના મંતવ્યો રજૂ કર્યા નથી. અગાઉ, કોર્ટે કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને નોટિસ ફટકારી હતી, જેમાં તેમના જવાબો માંગવામાં આવ્યા હતા. વરિષ્ઠ વકીલ આબાદ હર્ષદ પોંડાએ કોર્ટને જણાવ્યું હતું કે નિર્ભયા ઘટના પછી બળાત્કાર કાયદામાં થયેલા ફેરફારો વિશે જનતાને માહિતી આપવી મહત્વપૂર્ણ છે.

અરજીમાં શિક્ષણ મંત્રાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે

જનહિત અરજીમાં માંગ કરવામાં આવી છે કે શિક્ષણ મંત્રાલય તમામ શાળાઓને મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કાયદાઓનું મૂળભૂત જ્ઞાન આપવા માટે નિર્દેશ આપે. બાળકોને લિંગ સમાનતા, મહિલા અધિકારો અને ગૌરવપૂર્ણ જીવનના મહત્વ વિશે શીખવવા માટે અભ્યાસક્રમમાં નૈતિક શિક્ષણનો સમાવેશ થવો જોઈએ.

આ એક્ટ હેઠળ 0 થી 18 વર્ષના બાળકો કોઇ પણ પ્રકારના જાતિય ગુનાનો ભોગ બને ત્યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે. અને આ કાયદા હેઠળ ગુના ઘટાડવાનું કામ કરવામાં આવે છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Embed widget