શોધખોળ કરો
Advertisement
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચ 26 ફેબ્રુઆરીએ કરશે સુનાવણી
નવી દિલ્હી: અયોધ્યા મામલે આગામી સુનાવણી હવે 26 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમકોર્ટથી મળેલી માહિતી અનુસાર પાંચ જજોં- ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, એસ એ બોબડે, ડી વાઇ ચંદ્રચૂડ,અશોક ભૂષણ અને એસ અબ્દુલ નજીરની સંવિધાન પીઠમાં સુનાવણી થશે.
આ પહેલા અયોધ્યા મામલે 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી ટાળવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં જે પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરવાની હતી તેમાંથી એક સદસ્ય જસ્ટિસ એસ એ બોબડે તે દિવસે હાજર નહતા.
આતંકવાદ સામે ભારતને મળ્યો સાઉદી અરબનો સાથ, કહ્યું- અમે દરેક પ્રકારનો સહયોગ આપવા છીએ તૈયાર
નોંધનીય છે કે આ મામલે 10 જાન્યુઆરીએ પણ સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી દરમિયાન 5 જજોની બેન્ચમાં જસ્ટિસ યૂયૂ લલિતની હાજરી પર મુસ્લિમ પક્ષના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઇને જસ્ટિસ લલિતે પોતાને સુનાવણીથી અલગ કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે અયોધ્યોમાં જમીન વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે, અયોધ્યા વિવાદ હિંદૂ-મુસ્લિમ સમુદાય વચ્ચે તણાવનો મોટો મુદ્દો રહ્યો છે. અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિર હોવાની માન્યતા છે. અને માન્યતા છે કે વિવાદિત જમીન પર ભગવાનનો રામનો જન્મ થયો. હિંદુઓનો દાવો છે કે રામ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion