શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ગર્લફ્રેન્ડ રિયાને ઈડી સમક્ષ થવું પડશે હાજર? જાણો વિગત
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ઈડી કેટલાક મહત્વના મુદ્દાઓને લઈ પૂછપરછ કરશે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં રિયા સિવાય ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, શમૂએલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તીને ઈડી સમક્ષ હાજર થવું પડશે. ઈડી કેટલાક મહત્વના મુદ્દાઓને લઈ પૂછપરછ કરશે તેવું જાણવા મળ્યું છે.
મુંબઈના બાંદ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાં સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ફાંસો ખાઈને આત્યહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, તપાસથી અસંતુષ્ટ પટના નિવાસી અભિનેતાના પિતાએ પટનામાં એફઆઈઆર નોંધાવી છે. પટના પોલીસે જે ધારા અંતર્ગત એફઆઈઆર નોંધી છે, તેમાં કથિત રીતે આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉકસાવવા સંબંધિત હતી.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તીને ઈડી સમક્ષ હાજર થવું પડશે. ઈડી કેટલાક મહત્વના મુદ્દાઓને લઈ પૂછપરછ કરશે તેવું જાણવા મળ્યું છે. આ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યાં છે.
અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અધીક્ષક નૂપુર પ્રસાદના નેતૃત્વમાં એસઆઈટી તેની તપાસ કરશે અને તેની દેખરેખ ડીઆઈજી ગગનદીપ ગંભીર અને સંયુક્ત નિદેશક મનોજ શશિધર કરશે. બન્ને ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion