શોધખોળ કરો
Advertisement
સુષ્મા સ્વરાજના અસ્થિનું ગંગામાં કરાયું વિસર્જન, જાણો વિગતે
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અસ્થિનું આજે હાપુડમાં ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અસ્થિનું આજે હાપુડમાં ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુષ્માની દીકરી બાંસુરીએ માતાની અસ્થિને નદીમાં પધરાવી વિસર્જન કર્યુ હતું. આ દરમિયાન સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર રહ્યા હતા.
બીજેપીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. 67 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના બુધવારે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની તમામ વિધી કરી હતી. જે બાદ દિલ્હીના લોધી રોડ સ્થિત ઈલેક્ટ્રિક સ્મશાનગહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી બાંસુરી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કારમાં તેના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર હતા. બાંસુરી સુષ્માની એક માત્ર દીકરી છે અને તેણે જ અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂરી કરી હતી. અંતિમ યાત્રામાં પણ મોટો સંદેશ આપતા ગયા સુષ્મા સ્વરાજ, જાણો વિગત PM મોદી આજે દેશને સંબોધન કરશે કે નહીં તે અંગે કેમ સર્જાયું સસ્પેન્સ? જાણો શું છે કારણ યુવરાજ સિંહ સાથે ચીટિંગ! ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં રમવાના હજુ સુધી નથી મળ્યા રૂપિયા, જાણો વિગતે#WATCH: Bansuri Swaraj, daughter of former EAM Sushma Swaraj, immerses her mother's ashes in Ganga river in Hapur. Sushma Swaraj's husband Swaraj Kaushal is also accompanying her. pic.twitter.com/mMTdW559kg
— ANI UP (@ANINewsUP) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion