શોધખોળ કરો

Politics: મહારાષ્ટ્રમાં Cm પદ પર સસ્પેન્સ યથાવત, શિંદે લઇ શકે છે મોટો નિર્ણય, જાણો અત્યાર સુધીનો સમગ્ર ઘટનાક્રમ

Maharashtra: મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષે મુખ્યમંત્રીના શપથગ્રહણની તારીખ જાહેર કરી દીધી છે, પરંતુ હજુ પણ મુખ્યમંત્રીના ચહેરાને લઇને રાહ જોવાઈ રહી છે. એનસીપી અને શિવસેના બીજેપી તરફથી સીએમ માટે તૈયાર છે, પરંતુ નામ હજુ નક્કી થયું નથી.

Maharashtra Politics:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યાને 7 દિવસ થઈ ગયા છે, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રીને લઈને હજુ પણ સસ્પેન્સ છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન હજુ સુધી મુખ્યમંત્રીના નામને ફાઇનલ કરી શક્યું નથી.

 નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રીના શપથગ્રહણની તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ લોકો મુખ્યમંત્રીના ચહેરાની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે ગૃહ વિભાગની માંગ પર અડગ છે. જો કે, તમામ અટકળો વચ્ચે, એનસીપીના અજિત પવારે શનિવારે (30 નવેમ્બર 2024) કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ નવા સીએમ હશે. અહીં અમે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોથી લઈને અત્યાર સુધીના વિકાસ વિશે જણાવી રહ્યા છીએ.

23 નવેમ્બર 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. જેમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને મજબૂત બહુમતી મળી હતી. આ ગઠબંધનમાં ભાજપે 132 બેઠકો, શિવસેના શિંદે જૂથે 57 બેઠકો અને NCP અજીત જૂથે 41 બેઠકો જીતી હતી. જ્યારે મહા વિકાસ આઘાડીને 46 બેઠકો મળી હતી. જેમાં એનસીપી (શરદચંદ્ર પવાર) જૂથે 10 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શિવસેના (ઉદ્ધવ જૂથ) 20 બેઠકો જીતી હતી.

23 નવેમ્બર 2024

પરિણામો પછી, ભાજપના દેવેન્દ્ર ફડણવીસ શનિવારે રાત્રે નાગપુર પહોંચ્યા અને આરએસએસના વડા મોહન ભાગવત અને અન્ય અધિકારીઓને મળ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં મોહન ભાગવતેએ સીએમ માટે ફડણવીસના નામ પર સહમતિ દર્શાવી હતી.

23 નવેમ્બર 2024

ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના ત્રણ અગ્રણી નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે ફોન પર વાત કરી, તેમને જીત પર અભિનંદન આપ્યા અને રાજ્યમાં વિકાસ પર ભાર મૂક્યો.

24 નવેમ્બર 2024

24 નવેમ્બરે મુંબઈમાં શિવસેના શિંદે જૂથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકનાથ શિંદે શિવસેના વિધાન દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા હતા.

26 નવેમ્બર 2024

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 26 નવેમ્બરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે.

28 નવેમ્બર 2024

શિવસેના શિંદે જૂથના વડા એકનાથ શિંદેએ 28 નવેમ્બરે મોડી રાત્રે દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમાં તેણે ગૃહ મંત્રાલયને માંગ કરી હતી.

29 નવેમ્બર 2024

કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શુક્રવારે સાંજે (29 નવેમ્બર 2024) અચાનક મહાયુતિની બેઠક રદ કરી અને સતારા જિલ્લામાં તેમના ગામ પહોંચ્યા. તેમની  તબિયત ખરાબ હોવાથી તેઓ ગામ પહોંચ્યા હતા.

  30 નવેમ્બર 2024

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ 30 નવેમ્બરે તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.

30 નવેમ્બર 2024

મહાગઠબંધનનો ભાગ બનેલા NCP નેતા અજિત પવારે શનિવારે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી પદ બીજેપી પાસે જશે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ તરફ ઈશારો કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
Embed widget