શોધખોળ કરો
Advertisement
Covid-19: તમિલનાડુમાં કોરોનાના નવા 765 કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 હજારને પાર
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 765 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 16,000ને પાર પહોંચી છે.
ચેન્નઈ: સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 765 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 16,000ને પાર પહોંચી છે. તમિલનાડુના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ કોરોના વાયરસ કેસની સંખ્યા હવે 16,277 પર પહોંચી છે.
રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ આઠ લોકોના મોત થયા કુલ મૃત્યુઆંક પણ વધીને 111 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલા કેસોમાં 39 દર્દીઓ મહારાષ્ટ્ર, 1 દિલ્હી, 2 પશ્ચિમ બંગાળ અને 1 કર્ણાટકથી પાછા ફર્યા હતા.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 8324 દર્દીઓ સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. જેમાં આજે 833 દર્દીઓને રજા આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement