શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1515 કેસ, 18ના મોત, સંક્રમિતોની સંખ્યા 31 હજારને પાર
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1515 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 31 હજારને પાર પહોંચી છે.
ચેન્નઈ: તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1515 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 31 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 18 લોકોના મોત થયા છે. તમિલનાડુ સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા 1515 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 31667 પર પહોંચી છે.
તમિલનાડુમાં વધુ 18 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 269 પર પહોંચી છે. હાલ ચેન્નઈમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 604 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 16999 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.
તમિલનાડુમાં આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં યૂએઈથી 4, કુવેતથી 3, દિલ્હીથી 7, મહારાષ્ટ્ર 2, જમ્મુ કાશ્મીરથી 1 પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion