શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં તરણજીતસિંહ સંધૂ અને ફ્રાન્સમાં જાવેદ અશરફ હશે ભારતના રાજદૂત
ગોખલેના સ્થાન પર શ્રૃંગલાને નવા વિદેશ સચિવ બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ વરિષ્ઠ રાજદ્ધારી તરણજીત સિંહ સંધૂને અમેરિકામાં ભારતના નવા રાજદૂત બનાવવામાં આવ્યા છે. તે હાલમાં શ્રીલંકામાં ભારતના રાજદૂત છે. સંધૂ અમેરિકામાં હર્ષવર્ધન શ્રૃંગલાનું સ્થાન લેશે. શ્રૃંગલા આ સપ્તાહમાં ભારતથી પાછા ફર્યા છે અને હવે તે વિદેશ સચિવની જવાબદારી સંભાળશે. નોંધનીય છે કે ભારતના વર્તમાન વિદેશ સચિવ વિજય ગોખલે આ મહિનાના અંતિમ સપ્તાહમાં નિવૃત થશે. ગોખલેના સ્થાન પર શ્રૃંગલાને નવા વિદેશ સચિવ બનાવવામાં આવ્યા છે.
આ સાથે જાવેદ અશરફ કે જે હાલમાં સિંગાપોરમાં રાજદૂત છે તેમને ફ્રાન્સના રાજદૂત બનાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે રાજદ્ધારી સંબંધો ખૂબ ગાઢ બન્યા છે. ફ્રાન્સના વર્તમાન રાજદૂત વિનય ક્વાત્રા નેપાળના રાજદૂતની જવાબદારી સંભાળશે. નેપાળના વર્તમાન રાજદૂત મનજીવ સિંહ પુરી હાલમાં નિવૃત થયા છે.
અમેરિકાના નવા રાજદૂત તરણજીતસિંહ વોશિંગ્ટન ડીટીમાં પરિચિત ચહેરો છે. આ અગાઉ તેઓ 2013થી 2017માં ડેપ્યુટી ચીફ ઓફ મિશન ઇન વોશિંગ્ટનની જવાબદારી સંભાળી ચૂક્યા છે. સૂત્રોના મતે ફેબ્રુઆરીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનો પ્રવાસ કરી શકે છે. આ અગાઉ સંધૂની નિમણૂક મહત્વપૂર્ણ છે. જોકે, હજુ સુધી ટ્રમ્પના ભારત પ્રવાસને લઇને સતાવાર કોઇ પુષ્ટી થઇ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion