શોધખોળ કરો

Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત

Tatkal Passport Process: જો તમારે અચાનક વિદેશ યાત્રા પર જવાનું થાય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારત સરકારની તત્કાલ પાસપોર્ટ યોજના (Tatkal Passport Scheme) અંતર્ગત તમે સામાન્ય પ્રક્રિયા કરતાં ઘણી ઝડપથી પાસપોર્ટ મેળવી શકો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇમરજન્સી વિદેશ યાત્રા માટે તત્કાલ પાસપોર્ટ ઝડપથી ઉપલબ્ધ.
  • ઓનલાઈન અરજી, દસ્તાવેજો અપલોડ કરી, ફી ચૂકવવી પડે.
  • ઓળખપત્ર, સરનામું અને જન્મતારીખનો પુરાવો જરૂરી છે.
  • પાસપોર્ટ 1-3 દિવસમાં મળે, પોલીસ વેરિફિકેશન પછી.

Tatkal Passport Process: જો તમારે અચાનક વિદેશ યાત્રા પર જવાનું થાય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારત સરકારની તત્કાલ પાસપોર્ટ યોજના (Tatkal Passport Scheme) અંતર્ગત તમે સામાન્ય પ્રક્રિયા કરતાં ઘણી ઝડપથી પાસપોર્ટ મેળવી શકો છો. જો તમારા તમામ દસ્તાવેજો સાચા હોય, તો અરજી કર્યાના 1 થી 3 કામકાજના દિવસોમાં પાસપોર્ટ જારી કરી દેવામાં આવે છે. તાત્કાલીક પાસપોર્ટ મેળવવા માટેની જરૂરી લાયકાત, દસ્તાવેજો અને સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે:

તત્કાલ પાસપોર્ટ શું છે?

તત્કાલ પાસપોર્ટ અંતર્ગત અરજી કરનાર વ્યક્તિના ફોર્મ અને દસ્તાવેજોને પ્રાથમિકતા (Priority) આપીને ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે. આ સુવિધા એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેમને નોકરી, અભ્યાસ, મેડિકલ ઇમરજન્સી કે અચાનક આવી પડેલા કામ માટે તાત્કાલિક વિદેશ જવું પડે તેમ હોય.

આ પણ વાંચો...સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

જરૂરી દસ્તાવેજો (Documents)

તત્કાલ પાસપોર્ટ માટે સામાન્ય રીતે નીચે મુજબના મહત્વના આઈડી પ્રોફ અને દસ્તાવેજોની જરૂર પડે છે:

  • ઓળખપત્ર (જેમ કે પાન કાર્ડ, વોટર આઈડી, અથવા ડ્રાઇવિંગ લાયસન્સ)
  • સરનામાનો પુરાવો (જેમ કે લાઈટ બિલ, બેંક પાસબુક, અથવા અન્ય માન્ય સરકારી ઓળખપત્ર)
  • જન્મ તારીખનો પુરાવો (જેમ કે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ)
  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા

તત્કાલ પાસપોર્ટની ફી કેટલી હોય છે?

સામાન્ય પાસપોર્ટ કરતાં તત્કાલ પાસપોર્ટમાં થોડી વધારે ફી ચૂકવવી પડે છે:

  • 36 પેજનો નવો પાસપોર્ટ: ₹3500

  • 60 પેજનો નવો પાસપોર્ટ: ₹4000

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Process)

  •  સૌથી પહેલા ભારત સરકારના સત્તાવાર 'પાસપોર્ટ સેવા પોર્ટલ' (Passport Seva Portal) પર જાઓ.
  • જો નવું એકાઉન્ટ હોય તો રજીસ્ટ્રેશન કરો, અથવા તમારા આઈડીથી લોગ ઈન કરો.
  • ત્યાં આપેલા 'અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ' (Apply for Fresh Passport) ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ઓનલાઈન ફોર્મમાં તમારી સાચી વિગતો ભરો અને સ્કીમના પ્રકારમાં 'તત્કાલ' (Tatkal) કેટેગરી પસંદ કરો.
  •  માગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.
  • ઓનલાઈન પેમેન્ટ મોડ દ્વારા નક્કી કરેલી ફી જમા કરાવો.
  •  ફી ભર્યા પછી નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) ની એપોઇન્ટમેન્ટ બુક કરો.
  •  નક્કી કરેલી તારીખ અને સમયે તમારા અસલી (Original) દસ્તાવેજો સાથે કેન્દ્ર પર પહોંચીને બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને ફોટો) ની પ્રક્રિયા પૂરી કરો.

કેટલા દિવસમાં પાસપોર્ટ હાથમાં આવશે?

જો પાસપોર્ટ ઓફિસમાં તમારા તમામ દસ્તાવેજોની ચકાસણી સાચી ઠરે અને અરજીમાં કોઈ ભૂલ ન હોય, તો સામાન્ય રીતે 1 થી 3 દિવસમાં પાસપોર્ટ પ્રિન્ટ થઈને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જાય છે. તત્કાલના મોટાભાગના કિસ્સાઓમાં પાસપોર્ટ વહેલા ઇશ્યૂ કરી દેવામાં આવે છે અને પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પાસપોર્ટ મળ્યા પછી (Post-Police Verification) ઓટોમેટિક પૂરી કરવામાં આવે છે.

Frequently Asked Questions

તત્કાલ પાસપોર્ટ શું છે?

તત્કાલ પાસપોર્ટ યોજના હેઠળ, અરજી ફોર્મ અને દસ્તાવેજોને પ્રાથમિકતા આપીને ઝડપી પ્રક્રિયા કરવામાં આવે છે. આ સુવિધા એવા લોકો માટે છે જેમને તાત્કાલિક નોકરી, અભ્યાસ કે મેડિકલ ઇમરજન્સી માટે વિદેશ જવું પડે.

તત્કાલ પાસપોર્ટ મેળવવામાં કેટલો સમય લાગે છે?

જો તમારા તમામ દસ્તાવેજો સાચા હોય, તો અરજી કર્યાના 1 થી 3 કામકાજના દિવસોમાં પાસપોર્ટ જારી કરી દેવામાં આવે છે. ત્યારબાદ, પાસપોર્ટ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવે છે અને પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ મળ્યા પછી થાય છે.

તત્કાલ પાસપોર્ટની ફી કેટલી હોય છે?

તત્કાલ પાસપોર્ટ માટે સામાન્ય પાસપોર્ટ કરતાં વધુ ફી ચૂકવવી પડે છે. 36 પેજના નવા પાસપોર્ટ માટે ₹3500 અને 60 પેજના નવા પાસપોર્ટ માટે ₹4000 ફી છે.

તત્કાલ પાસપોર્ટ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

તત્કાલ પાસપોર્ટ માટે ઓળખપત્ર, સરનામાનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો જેવા દસ્તાવેજો જરૂરી છે. આ ઉપરાંત, તમારે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા પણ અપલોડ કરવાના રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
Advertisement

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget