શોધખોળ કરો

શિક્ષક બનવાના નિયમો બદલાશે! B.Ed-TET માળખામાં મોટા સુધારાની તૈયારી, જાણો નવા નિયમો

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદે શિક્ષક ભરતી પ્રક્રિયા અને પાત્રતાના માપદંડોમાં સુધારાની ભલામણ કરવા માટે બે ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિઓની રચના કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NCTE શિક્ષક ભરતી અને TET નિયમોમાં ફેરફાર કરશે.
  • 4-વર્ષીય ITEP સ્નાતકો માટે આ ફેરફારો જરૂરી છે.
  • ITEP ને માન્યતા આપવા બે ઉચ્ચ-સ્તરીય સમિતિઓ રચાઈ.
  • ITEP ગ્રેજ્યુએશન અને શિક્ષક શિક્ષણ 4 વર્ષે પૂર્ણ કરાવે.

Teacher recruitment rules change: દેશભરની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, પાત્રતાના માપદંડો અને શિક્ષક પાત્રતા પરીક્ષણ (TET) ના નિયમોમાં હવે નોંધપાત્ર ફેરફારો થવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા 4 વર્ષનો સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ (ITEP) પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પણ સરકારી શાળામાં શિક્ષકની ભરતી અને TET પરીક્ષાઓ માટે લાયક ગણવા માટે નિયમોમાં સુધારાની ભલામણ કરવામાં આવી છે.

આ માટે NCTE એ બે ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિઓની રચના પણ કરી દીધી છે. સરકાર દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે કારણ કે વર્ષ 2023-24 ના સત્રમાં શરૂ થયેલા ITEP કોર્સની પ્રથમ બેચ 2027 માં સ્નાતક થવાની છે. તેથી, પ્રથમ બેચના સ્નાતકો બહાર પડે તે પહેલાં જ ભરતીના નિયમો અને પાત્રતા પરીક્ષણના માપદંડોમાં જરૂરી ફેરફારો પૂર્ણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

NEP 2020 નો ITEP કોર્સ શું છે અને તેનું લક્ષ્ય શું છે?

NCTE દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ અમલમાં મુકવામાં આવેલા નવા 5+3+3+4 ના માળખા અનુસાર શિક્ષકોને તૈયાર કરવા માટે ખાસ ITEP કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. આ નવું માળખું શાળા શિક્ષણને કુલ ચાર તબક્કામાં વિભાજીત કરે છે.

આ ચાર તબક્કામાં ફાઉન્ડેશન સ્ટેજ (5 વર્ષ) (3 થી 8 વર્ષની વયના બાળકો માટે), પ્રિપેરેટરી સ્ટેજ (3 વર્ષ) (8 થી 11 વર્ષની વયના બાળકો માટે), મિડલ સ્ટેજ (3 વર્ષ) (11 થી 14 વર્ષની વયના બાળકો માટે), અને સેકન્ડરી સ્ટેજ (4 વર્ષ) (14 થી 18 વર્ષની વયના યુવાનો માટે) નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ, આ 4 વર્ષનો ITEP કોર્સ 2030 સુધીમાં શાળામાં શિક્ષક બનવા માટે લઘુત્તમ ફરજિયાત લાયકાત બની જશે.

ITEP કોર્સ B.Ed. થી કઈ રીતે અલગ પડે છે?

અગાઉના નિયમો મુજબ, ઉમેદવારોએ ધોરણ 12 પાસ કર્યા પછી 3 વર્ષનું ગ્રેજ્યુએશન (સ્નાતક) પૂર્ણ કરવું પડતું હતું અને ત્યારબાદ 2 વર્ષનો B.Ed. અથવા D.El.Ed. નો કોર્સ કરવો પડતો હતો. જેમાં વિદ્યાર્થીને કુલ 5 વર્ષનો સમય લાગતો હતો.

જોકે, નવા નિયમ અનુસાર ITEP વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી સીધા જ 4 વર્ષમાં તેમની અંડરગ્રેજ્યુએટ (સ્નાતક) અને શિક્ષક શિક્ષણની ડિગ્રીઓ એકસાથે પૂર્ણ કરી શકશે. NCTE ના 12 ઓક્ટોબરના આદેશ અનુસાર, દેશભરની 409 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ITEP અભ્યાસક્રમો ઓફર કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સંસ્થાઓમાં 777 એકમો હેઠળ કુલ 38,850 બેઠકો માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

બે ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત સમિતિઓની રચના

NCTE દ્વારા જારી કરવામાં આવેલા આદેશો અનુસાર, રચાયેલી બંને સમિતિઓ હાલના નિયમોની ઝીણવટભરી સમીક્ષા કરશે અને શિક્ષક ભરતી તેમજ TET ની માર્ગદર્શિકામાં સુધારાનો ડ્રાફ્ટ (મુસદ્દો) તૈયાર કરશે. ભૂતપૂર્વ IAS અધિકારી પ્રોફેસર નિર્મલજીત સિંહ કલસીની અધ્યક્ષતામાં બનેલી પ્રથમ સમિતિ શિક્ષકોની ભરતીના નિયમોમાં સુધારો કરવાનું કામ કરશે.

આ પ્રથમ સમિતિ NCTE ના 2014 ના ભરતી પાત્રતાના નિયમોમાં એવો સુધારો કરશે કે જેથી ITEP ને માન્ય લઘુત્તમ લાયકાત તરીકે સમાવી શકાય. બીજી તરફ, દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ચાંદ કિરણ સલુજાની અધ્યક્ષતામાં બનેલી બીજી સમિતિ, ITEP સ્નાતકોને શિક્ષક પાત્રતા પરીક્ષામાં બેસવા માટે લાયક બનાવવા માટે હાલની CTET અને રાજ્ય કક્ષાની STET માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે.

Frequently Asked Questions

શિક્ષક ભરતીના નિયમોમાં કયા મુખ્ય ફેરફારો થવા જઈ રહ્યા છે?

સરકારી શાળાઓમાં શિક્ષક ભરતી, પાત્રતા અને TETના નિયમો બદલાશે. 4 વર્ષનો સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ (ITEP) પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પણ ભરતી અને TET પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

NEP 2020 નો ITEP કોર્સ શું છે અને તેનો મુખ્ય હેતુ શું છે?

ITEP એ 4 વર્ષનો સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ છે, જે NEP 2020 ના નવા માળખા અનુસાર શિક્ષકોને તૈયાર કરવા શરૂ કરાયો છે. 2030 સુધીમાં, શાળામાં શિક્ષક બનવા માટે આ લઘુત્તમ ફરજિયાત લાયકાત બની જશે.

ITEP કોર્સ પરંપરાગત B.Ed. કોર્સથી કઈ રીતે અલગ પડે છે?

પરંપરાગત રીતે, 12મા પછી ગ્રેજ્યુએશન અને B.Ed. મળીને 5 વર્ષ લાગતા હતા. ITEP માં વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી સીધા જ 4 વર્ષમાં તેમની સ્નાતક અને શિક્ષક શિક્ષણની ડિગ્રીઓ એકસાથે પૂર્ણ કરી શકશે.

આ ફેરફારો અત્યારે શા માટે કરવામાં આવી રહ્યા છે?

વર્ષ 2023-24 માં શરૂ થયેલા ITEP કોર્સની પ્રથમ બેચ 2027 માં સ્નાતક થવાની છે. તેથી, પ્રથમ બેચના સ્નાતકો બહાર પડે તે પહેલાં ભરતીના નિયમો અને પાત્રતા પરીક્ષણના માપદંડોમાં જરૂરી ફેરફારો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

Embed widget