શોધખોળ કરો

Telangana Election 2023: તેલંગાણામાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, પહેલીવાર બહાર પાડ્યું લઘુમતી ઘોષણાપત્ર

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ લઘુમતી ઘોષણાપત્ર બહાર પાડ્યું. પાર્ટી માટે આ કેટલું ફાયદાકારક છે તે 3જી ડિસેમ્બરે પરિણામના દિવસે ખબર પડશે.

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ લઘુમતી ઘોષણાપત્ર બહાર પાડ્યું. પાર્ટી માટે આ કેટલું ફાયદાકારક છે તે 3જી ડિસેમ્બરે પરિણામના દિવસે ખબર પડશે. ખાસ વાત એ છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ હિમાચલ પ્રદેશ, ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, આસામ, કર્ણાટક, બંગાળ અને બિહાર સહિત 19 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ કોંગ્રેસે ક્યાંય લઘુમતી જાહેરનામું બહાર પાડ્યું ન હતું. તો પછી પ્રશ્ન એ છે કે કોંગ્રેસે તેની લઘુમતી વ્યૂહરચના અજમાવવા માટે તેલંગાણાને કેમ પસંદ કર્યું?

તેલંગાણામાં હિંદુઓ 85.10 ટકા, મુસ્લિમો 12.70 ટકા અને ખ્રિસ્તીઓ 1.30 ટકા છે. આ સિવાય શીખ, જૈન અને પારસી જેવા અન્ય સમુદાયોની વસ્તી 0.90 ટકા છે. આવી સ્થિતિમાં, 12.70 ટકા વસ્તી કોઈપણ ચૂંટણીના પરિણામ પર મોટી અસર કરી શકે છે.

લોકસભા ચૂંટણીની શું અસર થશે?
જો કોંગ્રેસને તેલંગાણામાં લઘુમતી મેનિફેસ્ટોનો લાભ મળશે તો પાર્ટી 2024માં પણ તેનો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરશે. ખુદ કોંગ્રેસના નેતાઓ આ તરફ ઈશારો કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે આ માત્ર વિધાનસભા ચૂંટણી નથી. જો તમે ઇચ્છો છો કે 2024માં તે ક્રૂર શાસકને ભારતના સિંહાસન પરથી હટાવાવમાં આવે તો સૌથી પહેલા તમારે તેલંગાણામાં આવું કરવું પડશે અને ત્યારપછી દિલ્હીમાં સંદેશો જશે. જીત કે હારમાં મુસ્લિમ મતદારોનો મોટો રોલ હોય છે. દેશની 543 લોકસભા બેઠકોમાંથી 218 સીટો પર મુસ્લીમ મતદાર મોટી ભુમિકા નિભાવે છે. તો બીજી તરફ, 35 બેઠકો પર મુસ્લિમ મતદારો 30 ટકાથી વધુ છે. આ સિવાય 38 સીટો પર તેમની વસ્તી 21 થી 30 ટકા છે. વળી, એવી 145 બેઠકો છે જ્યાં મુસ્લિમોની વસ્તી 11 થી 20 ટકા છે.

કોંગ્રેસે શું કહ્યું?
ટીકાનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા ઝફર જાવેદે કહ્યું કે લઘુમતીઓમાં મુસ્લિમો વધુ છે, પરંતુ ખ્રિસ્તીઓ અને શીખો પણ તેની અંદર આવે છે. આવી સ્થિતિમાં કોઈ કારણ વગર સવાલો ઉભા થઈ રહ્યા છે.

AIMIMએ શું કહ્યું?
AIMIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ તે નબળી પડે છે ત્યારે તે અરાજકતા પેદા કરે છે. તેઓએ મુસ્લિમોનો મતબેંક માટે ઉપયોગ કર્યો છે.

કોંગ્રેસના લઘુમતી મેનિફેસ્ટોમાં શું છે?
લઘુમતીઓના કલ્યાણ માટેનું બજેટ વધારીને વાર્ષિક રૂ. 4,000 કરોડ કરવામાં આવશે. કોંગ્રેસે લઘુમતી સમુદાયના બેરોજગાર યુવાનો અને મહિલાઓને રાહત દરે લોન આપવા માટે દર વર્ષે રૂ. 1,000 કરોડની જોગવાઈ કરવાનું પણ વચન આપ્યું હતું. પાર્ટીએ કહ્યું હતું કે તે અબ્દુલ કલામ તોહફા-એ તાલિમ યોજના હેઠળ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લોકોને લોન આપશે. શીખ અને અન્ય લઘુમતી સમુદાયોના યુવાનોને એમફિલ અને પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરવા પર રૂ. 5 લાખની આર્થિક સહાય પૂરી પાડશે.

મેનિફેસ્ટોમાં ઈમામ, મુઅઝીન, ખાદિમ, પાદરી અને ગ્રંથી સહિત તમામ ધર્મોના પાદરીઓ માટે રૂ. 10,000 થી રૂ. 12,000નું માસિક માનદ વેતન આપવાની વાત કરવામાં આવી છે. લઘુમતી સમુદાયના બેઘર લોકોને ઘર બનાવવા માટે જગ્યા અને રૂ. 5 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત લઘુમતી ઘોષણામાં તેલંગાણા શીખ લઘુમતી ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના ઉપરાંત ઉર્દૂ માધ્યમના શિક્ષકોની વિશેષ ભરતી કરવાનું વચન આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે. હાલમાં, KCRના નેતૃત્વમાં રાજ્યમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની સરકાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget